- સ્થાનિક સ્વરાજની ચૂંટણી અગાઉ પોરબંદરમાં સત્તાધારી પક્ષનાં 5 વર્ષનાં શાસનનાં લેખા-જોખા
- ભાજપના શાસનમાં ચોપાટીનું નવિનીકરણ, અસમાવતી રિવર ફ્રન્ટ તેમજ બંદરનો વિકાસ કર્યો
- ભૂગર્ભ ગટરો, ડામરનાં રસ્તાઓ, પેવર બ્લોક, પશુ દવાખાના, કૃષિ યુનિવર્સિટી પણ બનાવાઈ
પોરબંદર: આગામી 28 ફેબ્રુઆરીના રોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે રાજકીય શાસનના કાર્યકાળ દરમિયાન સતત પાર્ટીએ કરેલા લોક કાર્યોના લેખાજોખા અંગે ભારતે સ્થાનિક નેતાઓ પાસેથી જાણવાનો પ્રયાસ કર્યો હતો તથા પાર્ટીના કાર્યો સામે વિપક્ષનો શું મંતવ્ય છે તે પણ ETV ભારતે જાણવાનો પ્રયાસ કર્યો હતો. આગામી ચૂંટણીમાં લોકો જ નક્કી કરશે કે સત્તાનું સુકાન કોને આપવું?
પોરબંદરમાં ભાજપે વિકાસના અનેક કાર્યો કર્યા
પોરબંદર જિલ્લા ભાજપના પ્રમુખ કિરીટભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, પોરબંદર નગરપાલિકામાં શાસન દરમિયાન ભાજપે અનેક વિકાસના કાર્યો કર્યા છે. જેમાં ચોપાટીનું નવીનીકરણ, અસમાવતી રિવર ફ્રન્ટ, બંદરના વિકાસ કાર્ય, ભૂગર્ભ ગટર, ડામરના રસ્તાઓ, પેવર બ્લોક, પશુ દવાખાના, કૃષિ યુનિવર્સિટી સહિત જિલ્લામાં જળ સિંચાઇનાં કાર્યોમાં ચેકડેમ, તળાવો ઉંડા કરવા તથા કેનાલ બનાવવા સહિત અનેક કાર્યો કર્યા છે અને વિકાસના કાર્યોના મુદ્દાને લઇને જ આગામી ચૂંટણી લડશે, તેમ જણાવ્યું હતું.