પોરબંદર: પોરબંદર જિલ્લા વનવિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર ગોસા ગામની આસપાસ વાડી વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસથી લોકોને દીપડો દેખાયો હતો. જેની જાણ વનવિભાગમાં કરવામાં આવતા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
બપોરે 1 વાગે વાડી વિસ્તારમાં પાંજરા મૂકવામાં આવ્યા હતા.ગોસા ગામની સીમમાં આવેલા બાલુભાઇ નાગાભાઈ આગળની વાડીએ શિકારની લાલચે એક નર દીપડો આવ્યો હતો અને પાંજરામાં ઝડપાઇ ગયો હતો.દીપડો પાંચથી સાત વર્ષનો નર હોવાનું માલુમ પડ્યું છે. પાંજરામાં પુરાયા બાદ તેને અન્ય સલામત જગ્યાએ ખુલ્લો મુકવામાં આવ્યો છે. આખરે દીપડો પાંજરે પુરાતા ગોસા ગામના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.