ETV Bharat / state

બગોદરના JCB ઓપરેટરે 66,000 રૂપિયા સાયબર ફ્રોડમાં ગુમાવ્યા - પોરબંદર ન્યૂઝ

પોરબંદરના બગોદર ગામના જેસીબી ઓપરેટરને બેન્કના નામે એક ફ્રોડ કોલ આવ્યો હતો. તે કોલ તેણે બે વાર કટ કર્યો હોવા છતા તેના બેન્ક ખાતામાંથી 66,000 રૂપિયા ઉપડી ગયા હતા. આ બનાવની જાણ પોલીસને કરતાં સાઈબર ક્રાઈમ બ્રાન્ચે તેને 46,000 રૂપિયા પરત અપાવ્યા હતા.

કોલ બંધ કરવા છતાં ખાતામાંથી 66,000 રૂપિયા ઉપડી ગયા

author img

By

Published : Mar 18, 2021, 4:37 PM IST

Updated : Mar 18, 2021, 5:30 PM IST

  • 'બેન્કમાંથી બોલું છું તમારું ખાતું બંધ થઈ જશે' તેમ કહી કોલ આવ્યો
  • 'પાનકાર્ડ બ્લોક થઈ જશે, તમારા મોબાઈલ પર કોડ આવશે' તેવું જણાવ્યું
  • કોલ બંધ કરવા છતાં ખાતામાંથી 66,000 રૂપિયા ઉપડી ગયા

પોરબંદર: જિલ્લામાં બગોદર ગામના એક જેસીબી ઓપરેટરને ફોન આવ્યો હતો કે, 'બેન્કમાંથી બોલું છું. તમારા ખાતાને પાન કાર્ડ સાથે લિંક કરવાનું છે, નહિતર તમારું ખાતું બંધ થઈ જશે' એવું કહેતા વિજય ઠાકોરએ કોલ કટ કરી નાખ્યો હતો અને સામેવાળાએ કોઈપણ રીતે OTP મેળવી 66 હજાર રૂપિયા છેતરપીંડી કરી ઉપાડી લીધા હતા. આ બાબતે પોરબંદર પોલીસને જાણ કરતાં સાઈબર ક્રાઇમની ટીમે 46 હજાર રૂપિયા પરત અપાવ્યા છે.

વિજય ઠાકોર
વિજય ઠાકોર

આ પણ વાંચો: સુરતના 10થી વધુ વેપારીઓ સાથે હૈદરાબાદના અગ્રવાલ દંપતીએ કરી 42.55 લાખની છેતરપિંડી

બે વાર ટ્રાન્ઝેક્શન મળી કુલ-66 હજાર ઉપડી ગયા

બગોદરમાં રહેતા વિજય ઠાકોર નામના જેસીબી ઓપરેટરના ફોનમાં 15 માર્ચ 2021ના રોજ એક ફોન આવ્યો હતો. જેમાં અજાણ્યા શખ્સે 'બેન્કમાંથી બોલું છું અને તમારા ખાતાને પાન કાર્ડ સાથે લિંક કરવાનું છે, નહિતર તમારું ખાતું બંધ થઈ જશે તેવું જણાવ્યું હતું, પરંતુ વિજયે તે કોલ કટ કરી નાખ્યો હતો અને ફરીથી બે-ત્રણ વખત કોલ આવ્યા હતા. આમ, કોઈ પણ રીતે સામેવાળાએ OTP મેળવી લીધો હતો અને સાંજે વિજયએ બેન્ક બેલેન્સ ચેક કરતાં બે ટ્રાન્ઝેક્શન થયા હતા. જેમાં પહેલા ટ્રાન્ઝેક્શનમાં 45,000 તથા બીજા ટ્રાન્ઝેક્શનમાં 21,000 રૂપિયા કટ થઈ ગયા હતા. આમ, કુલ-66 હજાર વિજયને ગુમાવવાનો વારો આવ્યો હતો.

આ પણ વાંચો: સસ્તા ભાવે પ્લોટ આપવાના બહાને રૂપિયા 25 લાખની છેતરપિંડી

સાઇબર ક્રાઇમે 46,000 રૂપિયા પરત અપાવ્યા

આ પ્રકારની છેતરપીંડીનો ભોગ બન્યાની જાણ થતાં વિજયે પોલીસને જાણ કરી હતી. સાઇબર ક્રાઇમ પોરબંદરની ટીમ પોરબંદર સાયબર સેલના PSI સુભાષ ઓડેદરા તથા PI પી.આર. પાટીલની ટીમ દ્વારા કાર્યવાહી કરતાં 46,000 રૂપિયા પરત મેળવવામાં સફળ રહ્યા હતા. વિજયે પોલીસની ટીમનો આભાર માન્યો હતો.

Last Updated : Mar 18, 2021, 5:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.