ETV Bharat / state

પોરબંદર ખાતે ધન્વંતરી આરોગ્ય રથનું શ્રમિકોના આરોગ્ય કલ્યાણ માટે પ્રસ્થાન કરાવાયું - ધન્વંતરી રથ

પોરબંદર ખાતે ધન્વંતરી આરોગ્ય રથનું શ્રમિકોના આરોગ્ય કલ્યાણ માટે પ્રસ્થાન કરાવાયું છે. આ રથમાં શ્રમિક વર્ગને સ્થળ પર જ તાત્કાલિક નિદાન અને પ્રાથમિક સારવાર મળી રહેશે. આ ઉપરાંત જરૂરી રિપોર્ટ પણ કરી આપવામાં આવશે.

પોરબંદર ખાતે ધન્વંતરી આરોગ્ય રથનું શ્રમિકોના આરોગ્ય કલ્યાણ માટે પ્રસ્થાન કરાવાયું

author img

By

Published : May 3, 2021, 10:48 PM IST

  • પોરબંદર ખાતે ધન્વંતરી આરોગ્ય રથનું શ્રમિકોના આરોગ્ય કલ્યાણ માટે પ્રસ્થાન કરાવાયું
  • આ રથ શ્રમિક વર્ગના નિદાન અર્થે ઉપયોગી બનશે
  • શ્રમિકોની પ્રાથમિક સારવાર કરવાની સાથે લેબોરેટરી ટેસ્ટમાં જનરલ રિપોર્ટ સ્થળ પર વિનામૂલ્યે કરાશે

પોરબંદર: ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા પોરબંદર જિલ્લામાં બાંધકામ સાથે સંકળાયેલા શ્રમિકો તથા શ્રમિક વસાહતોમાં રહેતા અન્ય શ્રમિકો માટે પોરબંદર જિલ્લામાં એક ધન્વંતરી આરોગ્ય રથ ફાળવવામાં આવ્યો છે. કલેક્ટર ડી.એન.મોદી તથા જિલ્લા વિકાસ અધિકારી વી. કે.અડવાણીએ આજ રોજ આ રથને લીલી ઝંડી આપી લોકોના સ્વાસ્થ્ય માટે રથ પ્રસ્થાન કરાવ્યો હતો.

પોરબંદર ખાતે ધન્વંતરી આરોગ્ય રથનું શ્રમિકોના આરોગ્ય કલ્યાણ માટે પ્રસ્થાન કરાવાયું
પોરબંદર ખાતે ધન્વંતરી આરોગ્ય રથનું શ્રમિકોના આરોગ્ય કલ્યાણ માટે પ્રસ્થાન કરાવાયું

પ્રાથમિક સારવાર વિનામૂલ્યે સ્થળ પર જ મળી રહેશે

ધન્વંતરી રથમા ફરજ બજાવતા મેડિકલ સ્ટાફ દ્વારા શ્રમિકોની પ્રાથમિક સરવાર કરવાની સાથે લેબોરેટરી ટેસ્ટમાં જનરલ લોહી, પેશાબ રીપોર્ટ સ્થળ પર વિનામૂલ્યે કરાશે. શ્રમિકોને તાવ, શરદી, ઉધરસ, ઝાડા ઉલટી ચામડીના વગેરે પ્રાથમિક સારવાર વિનામૂલ્યે સ્થળ પર જ મળી રહેશે. દર્દીની શારીરિક પરિસ્થિતિને અનુરૂપ જરૂર જણાય તો જનરલ હોસ્પિટલમાં રીફર થવા માટે સલાહ પણ આપવામાં આવશે.

હાલની પ્રવર્તમાન સ્થિતિમાં શ્રમિકોના આરોગ્યની તપાસ પણ જરૂરી છે ત્યારે આ રથ શ્રમિક વર્ગના નિદાન અર્થે ઉપયોગી બનશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.