પોરબંદરઃ સૌરાષ્ટ્રના આ શહેરના નામ સાથેે ગાંધીજીની ભૂલી ન ભૂલાય એવી યાદગીરીઓ જોડાય છે. આપણે દેશની આઝાદીના 75 વર્ષનો ઉત્સવ (75 year of independence )મનાવવા જઇ રહ્યાં છીએ ત્યારે તેના પાયામાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના (Mahatma Gandhiji in Porbandar) અમર કાર્યોની મજબૂતાઈ ચણાયેલી છે. ગાંધીજી અને પોરબંદરના અભિન્ન સંબંધ વિશે શહેરના જાણીતા ઇતિહાસવિદ નરોત્તમ પલાણે જણાવ્યું હતું કે આજે મારી પાછળનું જીવન યાદ કરું છું ત્યારે 10થી 15 વર્ષનો હતો અને ગાંધીજીની હત્યા થઈ હતી. આ ઘરમાં રહેતો હતો ત્યારથી ગાંધીજીના જીવનના ત્રણ ભાગ મારી નજરે ચડી આવતા રહ્યાં છે. આપણે દેશની આઝાદીના 75 વર્ષનો ઉત્સવ મનાવવા જઇ રહ્યાં છીએ ત્યારે તેના પાયામાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના અમર કાર્યોની મજબૂતાઈ ચણાયેલી છે. ગાંધીજી અને પોરબંદરના અભિન્ન સંબંધ કહી શકાય કે નાભિ અને નાળનો સંબંધ છે.
વૈષ્ણવ વણિક પરિવારમાં 1969માં જન્મ
2 ઓક્ટોબર 1969માં મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મ પોરબંદરના એક વૈષ્ણવ વણિક પરિવારમાં (Mahatma Gandhiji Birth Place Porbandar ) થયો હતો. તેમના વડવાઓ (Gandhiji Family ) વ્યવસાયે ગાંધી હતાં. જોકે તેમની પહેલાંની ત્રણ પેઢીમાં કોઈએ ગાંંધીયાણાનો-કરિયાણાંનો વ્યવસાય કરેલો નહીં અને તેઓ કોઈકને કોઈક રજવાડાના દીવાનપદે રહેતાં હતાં. મોહનદાસ ગાંધીના પિતા કરમચંદ ગાંધી પોરબંદર સ્ટેટના દીવાન હતાં, આ ઉપરાંત તેઓ રાજકોટ અને વાંકાનેરના પણ દીવાન રહ્યાં હતાં. વૈષ્ણવ પરંપરા મુજબ ગાંધી કુટુંબ એકદમ ચુસ્ત શાકાહારી હતું. એ સમયના રીવાજ મુજબ મોહનદાસના લગ્ન 13 વર્ષની વયે કસ્તુરબા સાથે થયા હતાં.
પોરબંદરમાં પ્રાથમિક અભ્યાસ
તરુણાવસ્થા સુધી ગાંધી એકદમ સામાન્ય વિદ્યાર્થી (Gandhiji Study ) રહ્યાં હોવાનું તેમણે પોતે નોંધ્યું છે. શરૂઆતનો અભ્યાસ તેમણે પોરબંદર અને પછી રાજકોટમાં કર્યો હતો. મેટ્રીક્યુલેશનની પરીક્ષા માંડ માંડ પાસ કર્યા પછી સન 1887માં તેઓ યુનિવર્સિટી ઑફ બૉમ્બે સાથે સંલગ્ન શામળદાસ કોલેજમાં ઊચ્ચ અભ્યાસ અર્થે તેમણે પ્રવેશ લીધો. જો કે ત્યાં તેઓ થોડોક સમય ભણ્યાં હતાં. તેમના ઘણા સ્વજનો ઊંચા પદ પર નોકરી કરતા હતાં. કુટુંબનો એવો મોભો જાળવવા મોહનદાસ પણ વકીલ બને તેવી તેમના કુંટુંબીઓની ઇચ્છા હતી. એવામાં જ તેમને ઇંગ્લેન્ડમાં અભ્યાસ કરવા જવાની તક મળી. ભારતમાં અંગ્રેજોનું રાજ જોઇને બંધાયેલી તેમની માન્યતા મુજબ તો ઇંગ્લેન્ડ વિચારકો અને કવિઓની ભૂમિ હતી તેમજ તહેજીબનું કેન્દ્ર પણ ઇંગ્લેન્ડ જ હતું. આથી તેમણે ઇંગ્લેન્ડ જવાની એ તક ઝડપી લીધી. ત્યાં તેઓ (Gandhiji profession) વકીલાત ભણ્યાં હતાં.
પોરબંદરથી રાજકોટ અભ્યાસ માટે ગયાં મોહનદાસ
ગાંધીજીના પડાવની વાત કરીયે તો પોરબંદર રાજકોટ અભ્યાસ માટે ગયા હતાં અને ઇંગ્લેન્ડથી ફરી રાજકોટ પણ આવ્યાં હતાં. જેને ગાંધીજી ની જીવનની ભૂમિકા (Gandhiji profession ) કહી શકાય. ત્યાર બાદ 1893માં પોરબંદરમાં રહેતા દાદા અબ્દુલ્લાએ તેમની પેઢીના વકીલ તરીકે દક્ષિણ આફ્રિકામાં મોહનદાસને બોલાવ્યાં હતાં.
1893માં આફ્રિકા ગયા ગાંધીજી
ગાંધીજી 1893 ગુજરાતમાંથી આફ્રિકા જવા નીકળ્યા અને લગાતાર 21 વર્ષ સુધી સાઉથ આફ્રિકા રહ્યાં અને વચ્ચે બે વખત ભારત આવ્યાં હતાં. કુલ 21 વર્ષનું રોકાણ આફ્રિકામાં વીતાવ્યું હતું. દક્ષિણ આફ્રિકાના 21 વર્ષને ગાંધીજીનો મોહનમાંથી મહાત્માનો પરિવર્તનકાળ તરીકે અનેક ઇતિહાસવિદોએ જણાવ્યો છે. નૅન્સલ મંડેલાનું વિધાન છે કે તમે અમને મોહન આપ્યા હતાં અમે તમને મહાત્મા આપ્યા. બ્રિટિશ સરકારના કાયદા કાનૂન અને નીતિઓનો અને ખાસ કરીને તેઓ પાશવી વર્તાવ કરતાં તેનો અપમાનજનક અનુભવ ગાંધીજીએ દ.આફ્રિકામાં જ કર્યો હતો. દીવાનના પુત્ર અને સારી રીતે ઉછેર થયો હોવા છતાં તેમને માર પડવાના આફ્રિકામાં થયેલા બે અનુભવ જીવનમાં સતત આત્મમંથન માટે હ્રદયમાં આઘાત પમાડે તેવી ઘટના હતી. આ બાબતે ગાંધીજીએ ગહન વિચાર કર્યો અને આ સમસ્યાનો કાયમી ઉપાય શું છે તે બાબતે ઊંડું ચિંતન કર્યું.
પોરબંદરમાં દાદા અબ્દુલ્લાની કબર છે
ગાંધીજી એક વર્ષની પરમીટ લઇને દક્ષિણ આફ્રિકા ગયા હતાં. જેના કેસ માટે લડવા (Gandhiji profession) ગયા હતાં તે દાદા અબ્દુલ્લાનો ઝવેરી શેઠ સામેના કેસમાં સમાધાન પણ કરાવી દીધું હતું. હાલ દાદા અબ્દુલ્લા અને ઝવેરી શેઠની કબર પણ પોરબંદરના કબ્રસ્તાનમાં આવેલી છે. આમ કેસની બન્ને પેઢી પોરબંદરની હતી અને વકીલ પણ પોરબંદરના જ હતાં જેનો કેસ દક્ષિણ આફ્રિકામાં લડાયો હતો.
આફ્રિકાના હિન્દુ સમાજમાં લોકપ્રિય બન્યાં મોહનદાસ
આ બન્નેનો કેસમાં અનોખી કોઠાસૂઝથી ગાંધીજીએ સમાધાન કરાવ્યું હતું અને આ કદમથી આફ્રિકાના હિન્દૂ સમાજમાં અનોખો પ્રભાવ પડ્યો. આમ એક વર્ષની પરમીટ પૂર્ણ થયા બાદ પણ હિન્દૂ સમાજે ગાંધીજીને કહ્યું કે આપ અહીં રોકાઈ જાઓ અને આમ એક વર્ષના બદલે 21 વર્ષ દક્ષિણ આફ્રિકા રોકાયા. દક્ષિણ આફ્રિકામાં આજીવિકા ચલાવવા માટે ગાંધીજીએ 21 વર્ષમાંથી 13 વર્ષ સુધી વકીલાત કરી એ જમાનામાં સૌથી વધુ વકીલાતની આવક ગાંધીજીને થતી હતી તેંની નીચે અનેક અંગ્રેજ અધિકારી પણ વકીલાત શીખ્યા હતાં.
આફ્રિકામાં થયો સત્યાગ્રહી ગાંધીજીનો આવિષ્કાર
ત્યાર બાદ ગાંધીજીના જ ઘરમાં રહેતા એક વ્યક્તિ સાથે વિશ્વાસઘાતનો પ્રસંગ બન્યો. તેના અંગત મિત્રએ જ ચોરી કરી હતી. ગાંધીજી આ બાબતથી સ્તબ્ધ થઇ ગયા પછી બીજા વર્ષે ત્યાં જુલ્લુનો બળવો થયો તેની આગેવાની ગાંધીજીએ લીધી અને 1907માં સત્યાગ્રહનો જન્મ દક્ષિણ આફ્રિકામાં જ થયો. ગાંધીજીએ વિચાર્યું કે આપણે આ ગોરાઓ સામે મસલ પાવરથી નહીં લડી શકીયે. આને હિન્દૂ ધર્મના અહિંસાના હથિયાર વતી જ લડીશું.ગાંધીજી એક વર્ષની પરમીટ લઇને દક્ષિણ આફ્રિકા ગયા હતાં. જેના કેસ માટે લડવા ગયા હતાં તે દાદા અબ્દુલ્લાનો ઝવેરી શેઠ સામેના કેસમાં સમાધાન પણ કરાવી દીધું હતું. હાલ દાદા અબ્દુલ્લા અને ઝવેરી શેઠની કબર પણ પોરબંદરના કબ્રસ્તાનમાં આવેલી છે. આમ કેસની બન્ને પેઢી પોરબંદરની હતી અને વકીલ પણ પોરબંદરના જ હતાં જેનો કેસ દક્ષિણ આફ્રિકામાં લડાયો હતો. આ બન્નેના કેસમાં અનોખી કોઠાસૂઝથી ગાંધીજીએ સમાધાન કરાવ્યું હતું અને આ કદમથી આફ્રિકાના હિન્દુ સમાજમાં અનોખો પ્રભાવ પડ્યો. આમ એક વર્ષની પરમીટ પૂર્ણ થયા બાદ પણ હિન્દૂ સમાજે ગાંધીજીને કહ્યું કે આપ અહીં રોકાઈ જાઓ અને આમ એક વર્ષના બદલે 21 વર્ષ દક્ષિણ આફ્રિકા રોકાયા. દક્ષિણ આફ્રિકામાં આજીવિકા ચલાવવા માટે ગાંધીજીએ 21 વર્ષમાંથી 13 વર્ષ સુધી વકીલાત કરી એ જમાનામાં સૌથી વધુ વકીલાતની આવક ગાંધીજીને થતી હતી તેમની નીચે અનેક અંગ્રેજ અધિકારી પણ વકીલાત શીખ્યા હતાં. ત્યાર બાદ ગાંધીજીના જ ઘરમાં રહેતા એક વ્યક્તિ સાથે વિશ્વાસઘાતનો પ્રસંગ બન્યો. તેના અંગત મિત્રએ જ ચોરી કરી હતી. ગાંધીજી આ બાબતથી સ્તબ્ધ થઇ ગયા પછી બીજા વર્ષે ત્યાં જુલ્લુનો બળવો થયો તેની આગેવાની ગાંધીજીએ લીધી અને 1907માં સત્યાગ્રહનો જન્મ દક્ષિણ આફ્રિકામાં જ થયો. ગાંધીજીએ વિચાર્યું કે આપણે આ ગોરાઓ સામે મસલ પાવરથી નહીં લડી શકીયે. આને હિન્દૂ ધર્મના અહિંસાના હથિયાર વતી જ લડીશું.
ગાંધીજી પર જૈન ધર્મનો પ્રભાવ
ગાંધીજી પર જૈન ધર્મનો પ્રભાવ (Influence of Jainism on Gandhiji) હતો. જેમાં તેઓ શ્રીમદ રાજચન્દ્રને તેમના ગુરુ માનતા હતાં અને તેમને રસ્કિનનું અન ટુ ધ લાસ્ટ પુસ્તક આપ્યું હતું અને તોલ્સટોયનું પુસ્તક પણ આપ્યું હતું. ગાંધીજીએ દ આફ્રિકામાં 1907માં ફિનિક્સ આશ્રમની સ્થાપના કરી દક્ષિણ આફ્રિકામાં 1910માં ટોલ્સટોય આશ્રમની સ્થાપના કરી અને વકીલાતની આવક જતી કરી માત્રને માત્ર જનસેવા માટે જીવન સમર્પિત કર્યું. ગાંધીજીને માનવીયતાનું ઉચ્ચ શૃંગ સિદ્ધ કરવાનો અવકાશ અને જીવનની વાસ્તવિકતાનો અનુભવ દક્ષિણ આફ્રિકામાં મળ્યો અને 14 ડિસેમ્બરમાં ઇંગ્લેન્ડ ગયા અને 1915 જાન્યુઆરીના રોજ ભારત આવ્યાં અને ગુરુ ગોપાલ કૃષ્ણ મળ્યાં અને તેઓએ ગાંધીજીને ભારત ભ્રમણ કરવા જણાવ્યું. હિન્દુસ્તાન અનેક ભાષા અને અનેક સંસ્કૃતિમાં વહેંચાયેલો દેશ છે તે ભ્રમણ કરીને ગાંધીજીએ જાણ્યું હતું. તેમણે ભારત ભ્રમણ કર્યા પછી કોચરબ આશ્રમ સાબરમતી આશ્રમ અને વર્ધા આશ્રમની સ્થાપના કરી હતી.
સાદગીપૂર્ણ જીવન અપનાવ્યું
ગાંધીજીના જીવનનું ઘડતરનો સુવર્ણ યુગ પણ કહેવાય છે. રાજા મહારાજાઓને પણ તેમણે જણાવ્યું કે ભારતને આઝદ કરવો હોય તો ભારતના લોકોની જેમ જીવવું જોઇશે. આમ પોતે પોતડી પહેરી લીધી અને સાદું જીવન જીવવાનું શરૂ કર્યું.
ભાગવદ ગીતાનો ઊંડો અભ્યાસ
ગાંધીજીએ ગીતાનો તરજૂમો કર્યો છે. ગીતાનો ઊંડો અભ્યાસ કરી લખ્યું હતું કે હું કોઈ મોટો પંડિત નથી કે આચાર્ય નથી, પરંતુ મારો દાવો છે કે આ ગીતાના ઉપદેશનો અમલ મારા જીવનમાં કર્યો છે. સત્ય જ ઈશ્વર છે. આમ ગાંધીજીએ શ્રીમદ ભાગવત ગીતાના ઉપદેશ પર જીવન જીવ્યાં તેમાં તલવારની ધાર પર પણ ચાલ્યાં છે. ગાંધીજી પર જૈન ધર્મનો પ્રભાવ હતો. જેમાં તેઓ શ્રીમદ રાજચન્દ્રને તેમના આધ્યાત્મિક ગુરુ માનતા હતાં. ગાંધીજીમાં ધર્મશ્રદ્ધાના ખૂબ ઊંડા મૂળ પડ્યાં તે તેમના માતા પૂતળીબાઇનો સંસ્કારવારસો હતો. તેમના માતા સૂર્યના દર્શન વિના ભોજન પણ લેતાં ન હતાં તે તેમની આત્મકથામાં પણ નોંધ્યું છે. ધર્મતત્વની તેમની સૂઝનું ઉત્તમ ઉદાહરણ તેમણે કરેલોગીતાનો તરજૂમો છે. તેમણે ગીતાનો ઊંડો અભ્યાસ કરી લખ્યું હતું કે હું કોઈ મોટો પંડિત નથી કે આચાર્ય નથી, પરંતુ મારો દાવો છે કે આ ગીતાના ઉપદેશનો અમલ મારા જીવનમાં કર્યો છે. સત્ય જ ઈશ્વર છે. આમ ગાંધીજીએ શ્રીમદ ભાગવત ગીતાના ઉપદેશ પર જીવન જીવ્યાં તેમાં તલવારની ધાર પર પણ ચાલ્યાં છે. આવા સત્યની નજીક જવાનું પ્રથમ પગરણ પોરબંદરની ભૂમિ પરથી થયું હતું તે પોરબંદર શહેરનો પોતાનો ચીરકાલીન વારસો બની રહેશે.