પોરબંદરની એક સ્કૂલના પ્રિન્સિપાલ સાથે સંપર્ક કરતા તેઓએ જણાવ્યું કે, વિદ્યાર્થીઓને આપવામાં આવતી સાઇકલ માટે અત્યારે હાલ દરખાસ્ત મંગાવવામાં આવી છે. આ દરખાસ્ત ભર્યાના એક મહિના બાદ વિદ્યાર્થીઓને સાઇકલ આપવામાં આવશે. પરંતુ મૂળ મુદ્દોએ છે કે, એક મહિના સુધી નવી નક્કોર સાઇકલો જો ખુલ્લા મેદાનમાં પડી હોય તો સાયકલોને કાટ લાગે તે સ્વાભાવિક છે.
આ ઉપરાંત મળતી માહિતી મુજબ આ સાયકલો એક મહિના પહેલા આવી ગઈ છે અને તૈયાર થઈ ગયું હોય તેવું જાણવા મળ્યું છે. ત્યારે ખુલ્લા મેદાનમાં પડેલી સાઈકલો ખરાબ થઈ જાય તે પહેલા જિલ્લા નાયબ નિયામક વિકસતી જાતિ કચેરી દ્વારા પડી રહેલી સાયકલોનનો યોગ્ય રીતે ઉપયોગ કરીએ અથવા તો વ્યવસ્થા કરી તેને યોગ્ય સ્થળે રાખવામાં આવે તો વિદ્યાર્થીઓને સારી સાયકલો અપાવી શકાય તેમ છે. પરંતુ તંત્રની બેદરકારી આંખ સામે દેખાઈ રહી છે.