પોરબંદરમાં કોરોનાના નવા 6 કેસ
- જિલ્લામાં કોરોનાના કુલ કેસની સંખ્યા 476 થઇ
- કોરોનાથી અત્યાર સુધીમાં 40 દર્દીઓના મૃત્યું
- જિલ્લામાં હાલ 56 એક્ટિવ દર્દીઓ
પોરબંદરઃ જિલ્લામાં બુધવારે કોરોનાના નવા 6 કેસ નોંધાયા છે, ત્યારે અત્યાર સુધીમાં પોરબંદરમાં કુલ 476 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે, જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં કોરોનાના કારણે 40 લોકોના મુત્યું થયા છે.
જિલ્લામાં નવા આવેલા કેસમાં જાહેર પીર પાસે 15 વર્ષની મહિલાને તેમજ રાણાવાવ ભોદ ગામના 60 વર્ષના પુરુષને, પોરબંદરના ઝુંડાળામાં રહેતા 25 વર્ષના મહિલા અને ભોજેશ્વર પ્લોટ પોરબંદરમાં રહેતા 65 વર્ષના પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત GIDC પોરબંદરમાં રહેતા 60 વર્ષના મહિલાને, જુના વણકરવાસમાં રહેતા 28 વર્ષના યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તમામને કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આજ રોજ પોરબંદર જિલ્લામાંથી 4 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
જિલ્લામાં હાલ કોરોના પોઝિટિવના કુલ 56 એક્ટિવ દર્દીઓ છે, જેમાં પોરબંદર હોસ્પિટલ ખાતે 26, કોવિડ કેર સેન્ટર ખાતે 07 તેમજ અન્ય જિલ્લા રાજ્ય ખાતે 19, હોમ આઇસોલેશનમાં 01 તેમજ સ્ટેટસ પેન્ડીંગ રિપોર્ટ દર્દીની સંખ્યા 03 છે.