ETV Bharat / state

પોરબંદર-રાજકોટ હાઈવે પર એરપોર્ટ પાસે રાત્રે 6 ફૂટનો અજગર નીકળ્યો, રેસ્ક્યુ કરી વનવિભાગને સોંપાયો

author img

By

Published : Sep 29, 2020, 7:43 PM IST

પોરબંદર-રાજકોટ હાઇવે પર એરપોર્ટ પાસેથી 6 ફૂટનો અજગર નીકળ્યો હતો. આ અજગરને રેસ્ક્યુ કરી વનવિભાગને સોંપવામાં આવ્યો હતો.

python rescue
python rescue

પોરબંદર: રાજકોટ હાઇવે પર એરપોર્ટ પાસે 6 ફૂટનો અજગર નીકળ્યો હતો. આ અજગરને રેસ્ક્યુ કરી વનવિભાગને સોંપવામાં આવ્યો હતો. સોમવારે મોડી રાત્રીએ 1: 30 વાગ્યે શહેરના એરપોર્ટ નજીકના હાઇવે પરથી એક અજગર પસાર થતો નજરે ચડ્યો હતો.

આ અજગરને જોઈ લોકોએ આ અંગેની જાણ ગ્રીન અર્થ ક્લબના સભ્યોને કરી હતી, બાદ આ ક્લબના આશિષ ગોહેલ અને જય શિયાળ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. બંન્નેએ અજગરનું રેસ્ક્યુ કરી વનવિભાગને સોંપી દીધો હતો. આ અજગર 6 ફૂટ લાંબો અને 30 કિલોથી વધુ વજન ધરાવતો હોવાનું ક્લબના સભ્યોએ જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.