- પોરબંદરના 4280 લાભાર્થીઓનો રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ સમાવેશ
- જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા રાશનનો લાભ લેવા અનુરોધ કરાયો
પોરબંદરઃ સરકારની સુચના મુજબ તાલુકામાં ગંગા સ્વરૂપા આર્થિક સહાય મેળવતા 3200 બહેનો વૃદ્ધ સહાય મેળવતા 760-લાભાર્થીઓ, સમાજ સુરક્ષા ખાતા હેઠળ નોંધાયેલા -320 દિવ્યાંગો મળી કુલ 4280 લાભાર્થીઓનો રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ સમાવેશ કરવામાં આવ્યો છે.
રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદાની જોગવાઈ
રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો-2013 અંતર્ગત જાહેર વિતરણ વ્યવસ્થાની જોગવાઈ કરવામાં આવી હતી. આ કાયદા હેઠળ અનાજના વિતરણ માટે કુલ 548 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી હતી.