- કોઈ કારણ વગર રખડતા લોકો સામે પોલીસની કડક કાર્યવાહી
- રાજ્ય સરકાર દ્વારા 29 શહેરોમાં કોરોના કરફ્યૂ લાદવામાં આવ્યો છે
- પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા રાત્રિના કડક પેટ્રોલીંગ હાથ ધરાયું
પોરબંદરઃ રાજ્ય સરકાર દ્વારા 29 શહેરોમાં રાત્રે 8થી સવારે 6 સુધી કોરોના કરફ્યૂ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે આ જાહેરનામાંનો અમલ કરવા માટે પોરબંદર જિલ્લામાં પણ પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું અને શહેરના મુખ્ય રસ્તા પર પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. 33 જેટલા લોકો સામે જાહેરનામાં ભંગનો ગુનો નોંધાયો છે.
આ પણ વાંચોઃ રાત્રિ કરફ્યૂનો ભંગ કરતા 400થી વધુ લોકો સામે જૂનાગઢ પોલીસે કરી કાર્યવાહી
લોકોને ઘરમાં રહી સુરક્ષિત રહેવા પોલીસની અપીલ
કોરોનાની મહામારી રાજ્યભરમાં વધતી જાય છે. ત્યારે મોતના આંકડાઓ પણ વધતા જાય છે, જો સંક્રમણ અટકાવવામાં નહીં આવે તો તમામ લોકો મુશ્કેલીમાં મુકાઇ તેવી સ્થિતિને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર દ્વારા કોરોના કરફ્યૂ લાદવામાં આવ્યો છે. ત્યારે આ કરફ્યૂનો લોકો ચુસ્તપણે પાલન કરે અને ઘરમાં રહી પોતાના પરિવારને અને પોતે સુરક્ષિત રહે તે હેતુસર પોલીસે પણ અપીલ કરી છે. કોઈપણ કારણ વગર ઘરની બહાર લોકો ના નીકળે અને પોરબંદરને સુરક્ષિત રાખે તેવી અપીલ કરવામાં આવી હતી.