ETV Bharat / state

તૌકતે વાવાઝોડાને લઇને પોરબંદર જિલ્લામાંથી 2,000 લોકોનું સ્થળાંતર - પોરબંદરના તાજા સમાચાર

પોરબંદર જિલ્લામા તૌકતે વાવાઝોડાની સંભવિત અસરને પહોચી વળવા જિલ્લા તંત્ર સજ્જ્ છે. જે અંતર્હત જિલ્લામાંથી 2,000 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

તૌકતે વાવાઝોડાને લઇને પોરબંદર જિલ્લામાંથી 2,000 લોકોનું સ્થળાંતર

author img

By

Published : May 16, 2021, 7:24 PM IST

  • દરિયાકાંઠાના 40 ગામને એલર્ટ કરી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા આદેશ
  • સ્થળાંતરિક લોકો માટે 60 શેલ્ટર હોમ શરૂ કરાયાં
  • NDRF તથા SDRFની 4 ટીમ સુરક્ષા માટે તૈનાત
  • કોવિડ હોસ્પિટલોમાં વીજ પુરવઠો ન ખોરવાય તે માટે કરાઇ વ્યવસ્થા

પોરબંદરઃ જિલ્લામાં તૌકતે વાવાઝોડાની સંભવિત અસરને પહોચી વળવા રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહિવટી તંત્રએ અધિકારીઓની જુદી જુદી ટીમો બનાવીને રાહતની કામગીરી શરૂ કરી દીધી છે. જિલ્લા પ્રભારી સચિવ દિનેશ પટેલ તથા કલેક્ટર અશોક શર્માના સંકલનમાં વાવાઝોડાની સંભવિત અસરને પહોચી વળવા જિલ્લા તંત્ર સજ્જ થયું છે.

તૌકતે વાવાઝોડાને લઇને પોરબંદર જિલ્લામાંથી 2,000 લોકોનું સ્થળાંતર

આ પણ વાંચોઃ જખૌ બંદરે માછીમારોની હાલત કફોડી, તંત્ર પાસે સ્થળાંતર કરવા વ્યવસ્થા ઊભી કરવા કરાઇ માગ

40 ગામને એલર્ટ કરવામાં આવ્યાં

પોરબંદર જિલ્લો દરિયાઇ વિસ્તાર ધરાવતો હોવાથી વાવાઝોડાનું જોખમ વધુ રહેતું હોય છે. વાવાઝોડાની સંભવિત અસરને પહોંચી વળવા મુખ્યપ્રધાન વિજય રૂપાણી તથા નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના માર્ગદર્શન હેઠળ તેમજ રાજ્યકક્ષાએથી આવતી માર્ગદર્શિકા પ્રમાણે જિલ્લા તંત્ર દ્વારા રાહત કામગીરી શરૂ કરવામા આવી છે. દરિયાઇ વિસ્તારમા આવેલા જિલ્લાના 40 ગામને એલર્ટ કરવામાં આવ્યાં છે. નીચાણવાળા વિસ્તારોમાંથી શેલ્ટર હોમ ખાતે લોકોનુ સ્થળાંતર શરૂ કરવામાં આવ્યું છે. ગ્રામિણ વિસ્તારોમા 60 તથા પોરબંદર શહેરમા 20 શેલ્ટર હોમ તત્કાલિક શરૂ કરાયાં છે. માછીમારી કરવા ગયેલી તમામ બોટોને પરત બોલાવવામા આવી છે. આ સાથે જ NDRF તથા SDRFની 4 ટીમ સુરક્ષા માટે તૈનાત કરાઇ છે. આ ઉપરાંત પાવર રિસ્ટોર માટે PGVCL તથા જેટકોની 38 ટીમો કાર્યરત છે. દરિયાઇ વિસ્તારના 40 ગામમાં આવેલા સસ્તા અનાજની દુકાનોમાં જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા અનાજનો જથ્થો ભરવામા આવ્યો છે. વાવાઝોડાની અસર વીજ પુરવઠા પડતી હોય છે, પરંતુ સરકાર દ્વારા સંવેદનશીલતા દાખવીને કોવિડ હોસ્પિટલોમાં તથા ઓક્સિજન સપ્લાયમાં વીજ પુરવઠો ન ખોરવાય તે માટે જનરેટરની વ્યવ્સથા કરવામાં આવી છે.

પરિસ્થિતિને અનુરૂપ 7,000 લોકોનું સ્થળાંતર કરવાનું આયોજન

હાલ 2,000 લોકોનું પોરબંદર પોલીસ વિભાગ દ્વારા સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ સાથે જ પરિસ્થિતિને અનુરૂપ તબક્કાવાર 7,000 લોકોનું સ્થળાંતર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. વાવાઝોડાની સંભવિત અસરને પહોંચી વળવા જિલ્લા તંત્રને રાજ્ય સરકારનુ સતત માર્ગદર્શન મળી રહ્યું છે. હાલ પોરબંદરના સુભાષનગરમાં રાહત બચાવની પૂર્વયોજનની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.