- પોરબંદરમાં માસ્ક પહેર્યા વગર 2 શખ્સ સ્કૂટર પર બહાર નીકળ્યા હતા
- ટ્રાફિક પોલીસે બન્ને શખ્સને જાહેરનામાના ભંગ બદલ અટકાવ્યા હતા
- પોતાની ભૂલ માનવાની જગ્યાએ બન્ને શખ્સે ટ્રાફિક પોલીસ સાથે મારામારી કરી
આ પણ વાંચોઃ મહારાષ્ટ્રના ગઢચીરોલીમાં પોલીસ પર નક્સલી હુમલો, એક જવાન શહીદ
પોરબંદરઃ કોરોનાની મહામારી ન ફેલાય તે માટે લોકો સામે કડક કાર્યવાહી કરવા અને દંડ વસૂલવાનું જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામાનો ભંગ કરનારા 2 શખ્સને ટ્રાફિક પોલીસે પકડી પાડ્યા હતા અને તેમની સામે કાર્યવાહી કરી હતી, પરંતુ આ બન્ને શખ્સ પોતાની ભૂલ માનવાની જગ્યાએ પોલીસ સાથે મારામારી કરી અપશબ્દો બોલ્યા હતા. પોલીસની કાર્યવાહીમાં અડચણ કરવા બદલ ભડ ગામના રવિ હરદાસભાઈ ડાકી અને નીલેશ સાજણભાઈ ડાકીની ધરપકડ કરી છે.
આ પણ વાંચોઃ નેત્રંગ તાલુકાનાં કંબોડિયા ગામમાં વોન્ટેડ બુટલેગરને પકડવા ગયેલા પોલીસ જવાનો પર હુમલો
ઉશ્કેરાયેલા આરોપી રવિએ મહિલા PSIને લાફો માર્યો
આ અંગે પ્રાપ્ત વિગત મુજબ, પોરબંદરના ભડ ગામનો રવિ હરદાસ ભાઈ ડાકી માસ્ક પહેર્યા વગર નીકળતા ટ્રાફિક ASI ભાવના સોલંકીએ તેને અટકાવ્યો હતો. રવિ અને તેની પાછળ બેઠેલો નીલેશ સાજણભાઈ ડાકી બંનેએ મહિલા ASI સાથે અપશબ્દોમાં વાતચીત કરી હતી. બન્નેને ચલાણ ભરવાનું કહેતા બંને શખ્સ ઉશ્કેરાઈ ગયા હતા. ત્યારબાદ રવિએ ભાવનાબેનને લાફો મારી દીધો હતો. આ સાથે જ નીલેશે પણ ભાવનાબેન પર હુમલો કર્યો હતો. એટલે પોલીસે બન્ને યુવકની ધરપકડ કરી હતી.