ETV Bharat / state

માધવપુર પંથકના રાતીયા ગામમાંથી 10 જુગારીઓ ઝડપાયા

પોરબંદરના રાતીયાનેશ પ્રાથમિક શાળા પાસેથી મોટું જુગાર ધામ પકડાયું હતુ. પોરબંદર પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે રહેણાંક મકાનમાં રેડ પાડતા 3,20,400ના મુદ્દામાલ સાથે 10 જુગારીઓની ધરપકડ કરી હતી.

જુગારીઓ ઝડપાયા
જુગારીઓ ઝડપાયા
author img

By

Published : Oct 24, 2020, 8:45 AM IST

  • પોરબંદર જિલ્લામાં દારૂ, જુગારની ગેરકાયદે થતી પ્રવૃતીને અટકાવવા ખાસ સુચના
  • પોલીસે રોકડા રૂપિયા સહિત કુલ કિ.રૂ.3,20,400નો મુદ્દામાલ કર્યો કબ્જે
  • માધવપુરના રાતીયાગામેથી 6 પુરુષ અને 4 મહિલા સહીત 10 જુગારીઓ ઝડપાયા

પોરબંદર : જિલ્લામાં દારૂ, જુગારની ગેરકાયદે થતી પ્રવૃતીને નાબુદ કરવા માટે પોલીસ વડાએ ખાસ સુચના આપી છે. જેને લઈ LCB PI એમ.એન.દવે, PSI એન.એમ.ગઢવી, LCB સ્ટાફના પેટ્રોલિંગમા હતા. તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, પોરબંદર રાતીયાનેશ પ્રાથમિક શાળા પાસે રહેતા કુંભાભાઇ વિરાભાઇ કરમટા પોતાના રહેણાંક મકાનમાં બહારથી માણસોને બોલાવી જુગારનો અખાડો ચલાવે છે. જેના આધારે તે ઘટના સ્થળે રેડ કરતા કુલ 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.

  • જુગારીઓ વિરૂધ્ધ માધવપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો

જુગાર રમતા પકડાયેલા 10 જુગારીઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ હતી. તમામ જુગારીઓ વિરૂધ્ધ માધવપુર પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા કલમ 4, 5 મુજબ ગુનો નોંધાયો છે.રેડ દરમિયાન પોલીસે ઘટના સ્થળેથી રોકડા રૂપિયા .૮૨,૪૦૦,ફોન-૯, કિ.રૂ.૧૩,૦૦૦ મળી કુલ રૂા.૩,૨૦,૪૦૦નો મુદામાલ ઝડપી પાડ્યો છે.પોરબંદર LCB PI એમ.એન.દવે, PSI એન.એમ.ગઢવી, ASI રમેશભાઇ જાદવ, બટુકભાઇ વિંઝુડા, HC રવિભાઇ ચાઉ, ગોવિંદભાઇ મકવાણા, લાખીબેન મોકરીયા, PC દિલીપભાઇ મોઢવાડીયા, લીલાભાઇ દાસા ઉપસ્થિત હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.