ETV Bharat / state

પોરબંદરમાં કોરોનાનો વધુ 1 પોઝિટિવ કેસ નોંધાયો, દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી સુરતની - અમદાવાદ કોરોના

પોરબંદરના લેબમાં આવેલા 3 દર્દીઓના રિપોર્ટ શંકાસ્પદ આવતા તેની ખાતરી માટે સવોબના નમૂના ઉપરાંત અન્ય વ્યક્તિઓના નમૂના લઈ જામનગર મોકલ્યા હતાં. જેમાં 3 રિપોર્ટમાંથી 2 રિપોર્ટ પોઝિટિવ આવ્યાં છે. જ્યારે 1 રિપોર્ટ પેન્ડિંગ છે. જેમાં 1 મૂળ ટુકડા ગોસાનો યુવાન સુરતથી પોરબંદર આવ્યો હતો, જેનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે.

પોરબંદરમાં કોરોનાનો વધુ 1 પોઝિટિવ કેસ નોંધાયો

author img

By

Published : Jul 1, 2020, 1:33 PM IST

  • મહારાષ્ટ્રથી આવેલા કોસ્ટગાર્ડનો જવાનનો રિપોર્ટ પોઝિટિવ
  • હાલ સિવિલમાં કોરોના પોઝિટિવ 7 દર્દીઓ દાખલ
  • ટુકડા ગોસાનો 48 વર્ષીય યુવાન સુરતથી પોરબંદર કાર મારફતે આવ્યો હતો

પોરબંદરઃ રાજ્યમાં કોરોનાનો આંકડો સતત વધતો જ જાય છે, ખાસ કરીને અમદાવાદ અને સુરતમાં કોરોના કેસમાં વધારો થાય છે. સુરત અને અમદાવાદની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા લોકોને લક્ષણો જણાતા તેમનો રિપોર્ટ કરવામાં આવે છે, મહદંશે આ લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવે છે. જિલ્લાની સિવિલ લેબમાં આવેલા 3 શંકાસ્પદ દર્દીઓના રિપોર્ટને ખાતરી કરતા 2 રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. તો 1 રિપોર્ટ પેન્ડિંગ છે.

પોઝિટિવ આવેલા રિપોર્ટમાં મહારાષ્ટ્રથી આવેલા કોસ્ટગાર્ડનો જવાન અને સુરતથી રાણાવાવ આવેલા પ્રૌઢનો સમાવેશ થાય છે, જ્યારે જામનગરની લેબમાં દુબઈથી પોરબંદર આવેલા યુવાનનો રિપોર્ટ પેન્ડિંગ છે. આ ઉપરાંત વધુ એક કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જે મૂળ ટુકડા ગોસાનો 48 વર્ષીય યુવાન સુરતની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે. આ યુવાન સુરતમાં કુરિયરના વ્યવસાય સાથે જોડાયેલો છે. જે 2 દિવસ પહેલા કાર મારફતે પોરબંદર આવ્યો હતો. ત્યારે આ યુવાનને તાવ હતો, જેથી તેને ચૌટા ચેક પોસ્ટથી જ સિવિલમાં દાખલ કરી તેનો સવોબનો રિપોર્ટ કરવામાં આવતા રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. જેથી તેને સિવિલના આઇસોલેશનમાં દાખલ કરવામાં આવ્યો છે.

હાલ સિવિલમાં કુલ 7 દર્દીઓ દાખલ છે. જ્યારે દિલ્હીથી પોરબંદર આવેલા એક 29 વર્ષીય કમલેશ વાલજીભાઈ લાખાણા નામના યુવાનને 21 જુનના રોજ સેમ્પલ લેવામાં આવતા તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ યુવાનને આઇસોલેશનમાં સારવાર આપવામાં આવી હતી. તે સ્વસ્થ થતાં 10 દિવસ બાદ રજા આપવામાં આવી હતી. રાણાવાવના વાડિપ્લોટ વિસ્તારના 2 ઘર અને 4 દુકાન ક્લસ્ટર ક્વોરન્ટાઇન કર્યા હતા. સુરતથી રાણાવાવ પ્રસંગમાં આવેલા પ્રૌઢ તેના ભાઈના ઘરે વાડિપ્લોટ વિસ્તારમાં રોકાયો હતો, આ પ્રૌઢને કોરોના પોઝિટિવ આવતા, વાઇરસનું સંક્રમણ ન ફેલાય તે માટે આ વિસ્તારના 2 ઘર અને 4 દુકાનને ક્લસ્ટર ક્વોરન્ટાઇન વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.