પાટણ ચાણસ્મા તાલુકાના ભાટસર ગામના લોકો દ્વારા દારૂબંધી ફરમાવી હોવા છતાં આજુબાજુના ગામના લોકો નજીકના ખેતરમાં આવી દેશી દારૂ વેચવાની પ્રવૃત્તિ ( Liquor Den in Patan village )કરે છે જેને પગલે ગામની મહિલાઓએ દારૂ વેચતા કેટલાક લોકોને ખેતરમાંથી ભગાડતા (Women Of Bhatsar Village Riot At Liquor Den in Patan) દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ત્યારે જે કામ પોલીસ તંત્રને કરવું જોઈએ તે કામ ગામની મહિલાઓએ કરતા ચાણસ્મા પોલીસની ( Chanasma Police )કામગીરી ટીકાપાત્ર બની છે.
છાનેછપને દેશી દારૂનું વેચાણ ગુજરાતમાં તાજેતરમાં થયેલા લઠ્ઠાકાંડ બાદ સમગ્ર રાજ્યમાં દેશી અને વિદેશી દારૂના વેચાણ ઉપર સરકાર દ્વારા રોક લગાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પાટણ શહેર સહિત જિલ્લામાં પણ દેશી અને વિદેશી દારૂની બદીને નાથવા માટે પોલીસ કમર કસી રહી છે. તેમ છતાં કેટલાક લોકો પોલીસની આંખમાં ધૂળ નાખીને છાનેછપને દેશી દારૂનું વેચાણ ક( Liquor Den in Patan village )રી રહ્યા છે.
બીજા ગામના લોકો આવીને કરે છે દારુનું વેચાણ ચાણસ્મા તાલુકાના ભાટસર ગામમાં ઘણા વર્ષોથી દેશી દારૂ ગાળવાનો અને વેચવાનું બંધ કરાયું છે. પણ આ ગામની આજુબાજુમાં આવેલા બીજા ગામના અસામાજિક લોકો ભાટસર ગામની સીમમાં આવીને દેશી દારૂનું વેચાણ કરે છે. ત્યારે ખેતરમાં થઈ રહેલી ચહલપહલને લઈને મહિલાઓએ બૂમાબૂમ (Women Of Bhatsar Village Riot At Liquor Den in Patan) કરતા દારૂ વેચવા આવેલા શખ્સો દેશી દારૂ ભરેલો થેલો મૂકીને નાસી ગયા હતાં. ત્યારબાદ મહિલાઓએ પાણીના વહોળામાંથી પ્લાસ્ટિકના કોથળામાંથી દેશી દારૂની પોટલીઓ કાઢી હતી. આ અંગેની જાણ ગામના આગેવાનોને કરતા તેઓ ખેતરમાં દોડી આવ્યા હતાં અને દેશી દારૂનો નાશ કર્યો હતો.
પોલીસ પગલાં લે તેવી માગ ઉઠી દારૂબંધી હોવા છતાં દારૂનું વેચાણ થઈ રહ્યું છે જેને લઈને ચાણસ્મા પોલીસની કામગીરી ( Chanasma Police ) અંગે પણ સવાલો ઉભા થયા છે. ભાટસર ગામમાં થતા દારૂના વેચાણ ( Liquor Den in Patan village ) ઉપર પોલીસ દ્વારા રોક લગાવવામાં આવે તેવી માગ ગામ લોકોએ કરી છે.