પાટણમા છેલ્લાં 3 દિવસથી વરસાદી માહોલ બરાબર જામ્યો છે, ત્યારે આકાશમાં કાળા વાદળો ઘસી આવ્યાં હતાં અને જોતજોતામાં મેઘ ગર્જના સાથે ધોધમાર વરસાદ તુટી પડ્યો હતો. માત્ર ત્રણ કલાકમાં 6 ઇંચ જેટલો વરસાદ વરસતા માર્ગો પર પાણી ફરી વળ્યા હતાં. જેને કારણે રેલ્વે ગરનાળ માર્ગ, કોલેજ અંડર પાસ, બુકડી ધનાવાડાના છાપરાઓ. અને નીચાણવાળી સોસાયટીઓમા પાણી ભરાતા લોકો મુશ્કેલીમા મુકાયા હતા.
વરસાદને કારણે શહેરનું આનંદ સરોવર પણ છલકાતા સરોવરનું પાણી આસપાસની સોસાયટીઓમા ફરી વળ્યું હતુ.અને સોસાયટીઓ બેટમા ફેરવાઈ હતી.આનંદ સરોવરમા નર્મદા નાં નીર નાખવાથી આ વિકટ સમસ્યા ઊભી કરવામાં પાટણ નગરપાલિકા અને વહીવટી તંત્રને, ઉપપ્રમુખે જવાબદાર ગણાવ્યા હતા.વન ટુ વન વરસાદી આંકડા પર નજર કરીએ તો પાટણમા 126 મિમિ, સિદ્ધપુરમા 30 મિમિ, સરસ્વતિ મા 51 મિમિ, ચાણસ્મા 33 મિમિ, રાધનપુરમા 3 મિમિ વરસાદ થયો હતો.જ્યારે સમી, હારીજ, શંખેશ્વર, અને સાંતલપુર તાલુકાઓ કોરા રહ્યાં હતાં.