ETV Bharat / state

ખેડૂતોની આ માગ નહીં સંતોષાય તો સરકારે નવા આંદોલન માટે રહેવું પડશે તૈયાર - પાટણ ધારાસભ્ય રઘુ દેસાઈ

પાટણ જિલ્લામાં આજે પણ પીવાના પાણી વિકટ સમસ્યા (Water problem in Patan) છે. ત્યારે રાધનપુરના ધારાસભ્ય રઘુ દેસાઈએ (Patan MLA Raghu Desai) ગામના લોકોને સાથે રાખી આ અંગે રજૂઆત (Representation of Patan farmers for water) કરી હતી. સાથે જ તેમણે પાણીની સમસ્યાનું નિવારણ લાવવા માટેની માગ કરી હતી.

ખેડૂતોની આ માગ નહીં સંતોષાય તો સરકારે નવા આંદોલન માટે રહેવું પડશે તૈયાર

author img

By

Published : May 23, 2022, 4:21 PM IST

પાટણઃ વિકસિત ગુજરાતનો પાટણ જિલ્લો આજે પણ પીવાના પાણી માટે વલખાં મારી રહ્યો છે. આ જિલ્લામાં પાણીની વિકટ સમસ્યા (Water problem in Patan) છે. સાંતલપુર, રાધનપુર અને સમી પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાઈ રહી છે. તેવામાં રાધનપુરના ધારાસભ્ય રઘુ દેસાઈએ (Patan MLA Raghu Desai) આજે (સોમવારે) ગામના લોકોને સાથે રાખી પ્રાન્ત અધિકારીને રજૂઆત (Representation of Patan farmers for water) કરી હતી. સાથે જ પાણીની સમસ્યાનું નિરાકરણ લાવવા માટેની માગ કરી હતી. જો એક અઠવાડિયામાં પાણીની સમસ્યાનું નિરાકરણ નહીં લાવવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી (Representation of Patan farmers for water) ધારાસભ્યએ ચાલી હતી.

ભરઉનાળે પ્રજાની કફોડી હાલત

આ પણ વાંચો- 15 દિવસમાં નર્મદાનું પાણી આપો નહીં તો આંદોલન માટે તૈયાર રહો, સુરેન્દ્રનગરના ખેડૂતોની ચીમકી

ભરઉનાળે પ્રજાની કફોડી હાલત - જિલ્લાના રાધનપુર, સાંતલપુર અને સમી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભરઉનાળે પાણી વિના પ્રજાની હાલત કફોડી બને છે. સરકાર પણ વિકાસની વાતો અને પૂરતા પ્રમાણમાં પાણી આપવાની વાત કરે છે. તેમ છતાં સિક્કાની બીજી બાજુ વર્ષોથી આ વિસ્તારમાં પાણીની સમસ્યા આજે પણ યથાવત્ છે. આ પંથકના ગામોમાં આજે પણ ઉનાળામા ટેન્કરો દ્વારા પાણી પહોંચાડવામાં આવે છે. સાંતલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા 1 મહિનાથી તથા રાધનપુર શહેર અને આસપાસના ગામોમાં છેલ્લા ઘણા દિવસોથી પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી મળતું જ નથી.

સ્થાનિકોએ પાણી આપોના સૂત્રોચ્ચાર કર્યા
સ્થાનિકોએ પાણી આપોના સૂત્રોચ્ચાર કર્યા

આ પણ વાંચો- આ વખતે કેરીનો સ્વાદ લાગશે ફીકો, કારણ જાણીને તમે પણ થઈ જશો હેરાન

સ્થાનિકોએ પાણી આપોના સૂત્રોચ્ચાર કર્યા - આ મામલે વિસ્તારના આગેવાનોએ ધારાસભ્ય રઘુ દેસાઈને મળીને રજૂઆત કરી હતી. રઘુભાઈ દેસાઈએ (Patan MLA Raghu Desai) ગામના આગેવાનોની રજૂઆતો (Representation of Patan farmers for water) સાંભળી અને તેમને સાથે રાખીને રાધનપુર પ્રાન્ત કચેરી ખાતે આ મામલે રજૂઆત (Representation of Patan farmers for water) કરવા પહોંચ્યા હતા. તો પ્રાન્ત કચેરીમાં ધારાસભ્ય અને ગામના લોકોએ પાણી આપો, પાણી આપોના નારા લગાવી વહીવટી તંત્ર અને સરકાર સામે રોષ વ્યક્ત કર્યો હતો. પ્રાન્ત અધિકારીને રજુઆત કરી આ વિસ્તારમાંથી પાણીની સમસ્યા (Water problem in Patan) દૂર કરવા માટેની માગ કરી હતી. ગેરકાયદેસરના પાણીના કનેક્શનો તાકીદે દૂર કરવા, કેનલોમાં પાણી છોડવા તથા જે ગામોમાં પૂરતા પ્રમાણમાં પાણી નથી મળતું તેવા ગામોમાં ટેન્કરોની સંખ્યા વધારવાની માગ કરી હતી.

પંથકમાં પાણીની ગંભીર સમસ્યા
પંથકમાં પાણીની ગંભીર સમસ્યા

આ પંથકમાં પાણીની ગંભીર સમસ્યા - ધારાસભ્ય રઘુ દેસાઈએ (Patan MLA Raghu Desai) જણાવ્યું હતું કે, 4 દિવસ અગાઉ રાજ્યના મુખ્યપ્રધાન અને આ વિસ્તારમાં પાણીની સમસ્યા દૂર કરવા માટે પત્ર લખી જાણ કરવામાં આવી છે. રાધનપુર, સાંતલપુર અને સમી પંથકમાં હાલમાં પાણીની તીવ્ર અછત ઊભી થઈ છે. આ અછત કૃત્રિમ રીતે ઊભી કરવામાં આવી છે. પાણી વિતરણની સરકારી વ્યવસ્થા યોગ્ય ન હોવાને કારણે તેમ જ ગેરકાયદેસર પાણીના કનેક્શનનો રાફડો ફાટતો હોવાના કારણે આ વિસ્તારના લોકોને હાલાકી ભોગવવી પડે છે. એક અઠવાડિયામાં આ સમસ્યાનું નિરાકરણ નહીં થાય તો આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી (Representation of Patan farmers for water) ઉચ્ચારી હતી.

સ્થાનિકોમાં રોષ - વૌવા ગામના સ્થાનિક છગન દરજીએ જણાવ્યું હતું કે, અમારા ગામમાં 5,000ની વસ્તી છે. એટલું જ પશુધન છે. તેની સામે ટેન્કરો દ્વારા પૂરતા પ્રમાણમાં પાણી મળતું નથી. છેલ્લા દોઢ મહિનાથી પાણીની વિકટ સમસ્યા ઊભી થઈ છે. સાંતલપુર ચોરાડ પંથકમાં અને રાધનપુર તથા સમી પંથકમાં વર્ષોથી ઉનાળામાં પાણીની વિકટ સમસ્યા સર્જાય છે. તેમ છતાં અત્યાર સુધીમાં સરકાર દ્વારા આ સમસ્યાનું કાયમી ધોરણે નિરાકરણ લાવવામાં આવી નથી. તેને લઈને વિસ્તારના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.