ETV Bharat / state

Viral Video: સિદ્ધપુર પાસે દારૂ ભરેલી કારને અકસ્માત, દારૂ-બિયર લેવા લોકોની પડાપડી - people clamor for liquor and beer

પાટણ સિધ્ધપુર હાઈવે રોડ ઉપર દારૂ ભરેલી કાર અને ઇકો વાન વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા. કારમાં રહેલ દારૂ લેવા માટે હાઇવે રોડ ઉપર ભારે પડાપડી થતા દારૂબંધીના લીરેલીરા ઉડ્યા હતા. લોકો પેન્ટના ખિસ્સામાં અને હાથમાં જેટલી બોટલો અને બિયરનાં ટિન આવ્યાં એ લઈ ભાગ્યા હતા.

car-full-of-liquor-accident-near-siddpur-people-clamor-for-liquor-and-beer

author img

By

Published : Feb 8, 2023, 12:36 PM IST

સિદ્ધપુર પાસે દારૂ ભરેલી કારને અકસ્માત

પાટણ: રાજસ્થાનથી બુટલેગરો દ્વારા લક્ઝુરિયસ કારમાં ગુજરાતમાં મોટા પાયે વિદેશી દારૂનો જથ્થો ઘુસાડવામાં આવી રહ્યો છે. જેનો પુરાવો સામે આવ્યો છે. પાટણ સિધ્ધપુર હાઇ-વે ઉપર વલાસણ પુનાસણ ગામ નજીક દારૂ ભરેલી સ્કોડા કાર અને મુસાફરો ભરેલ ઇકો વાન વચ્ચે અકસ્માત થયો હતો. કાર ડિવાઇડર ઉપર ચડી જતા તેમાં ભરેલ વિદેશી દારૂની બોટલોના બોક્સ હાઇ-વે વેરાઈ ગયા હતા. ચોંકાવનારી બાબત એ છે કે આસપાસના સ્થાનિક લોકોએ ઘટના સ્થળે દોડી આવી દારૂ અને બિયર લેવા માટે પડાપડી કરી હતી.

અકસ્માતમાં ત્રણ લોકોને ઈજાઓ પહોંચી
અકસ્માતમાં ત્રણ લોકોને ઈજાઓ પહોંચી

દારૂ લેવા પડાપડી: અકસ્માતનો ભોગ બનેલી સ્કોડા કારમાં દારૂ અને બિયરનો જથ્થો ભરેલો હોવાની સ્થાનિક લોકોને જાણ થતાં લોકોએ દોટ મૂકી હતી. અકસ્માતની ઘટનામાં પણ અવસર શોધી લીધો હતો. દારૂ-બિયર લેવા માટે રીતસરની પડાપડી કરી હતી. દારૂ અને બિયર લેવા માટે જાણે લોકો વચ્ચે હરીફાઈ જામી હોય એ રીતે કોઈ પાંચ તો કોઈ આઠ દસ બોટલ અને બિયરનાં ટિન લઈને જતા જોવા મળ્યા હતા. આશ્ચર્યની વાત તો એ છે કે દારૂ લઈ જવામાં મહિલાઓ પણ પાછળ રહી ન હતી.

જેના હાથમાં જેટલી બોટલ આવી એ લઈને ભાગ્યા

આ પણ વાંચો Gujarat High Court : 45 વર્ષ જૂના કેસોને લઈને નારાજગી, નવ જસ્ટિસે હાઇકોર્ટ સમક્ષ માંગી માફી

ખાલી ખોખાં: લોકો દારૂની બોટલો લઈ જતા રહ્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચતા માત્ર અકસ્માતનો ભોગ બનેલી કાર અને ખાલી ખોખા મળી આવ્યા હતા. આ અકસ્માતમાં કુલ ચાર વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે. જેમાં ઇકોમાં મુસાફરી કરી રહેલ ફિરોજ ખાન મેરાબ ખાન સિંધી જેન્તીભાઈ કરસનભાઈ રાઠોડ, દારૂ ભરેલી કાર લઈને આવી રહેલ અમદાવાદના જીગર ઠક્કર અને વિજય બાબુભાઈ દેસાઈને પણ ઇજાઓ થવા પામી હતી. આ ચાર ઈગ્રસ્તોને 108 મારફતે ધારપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.

દારૂ-બિયર લેવા લોકોની પડાપડી
દારૂ-બિયર લેવા લોકોની પડાપડી

આ પણ વાંચો Vadodara Power Theft : વીજ વાયરમાં લંગર નાખી વીજચોરી કરતા લોકો સામે આંખ લાલ

પોલીસની નજર કેદમાં: દારૂ ભરેલી સ્કોડા કાર બાબતે કાકોશી પી.એસ.આઇ એસ.બી સોલંકી સાથે ટેલીફોનિક વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે વનાસન પુનાસણ નજીક કાર અને સ્કોડા વચ્ચે અકસ્માત થયાની જાણ થતા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જ્યા કાર અને રોડ ઉપર દારૂ બિયરના ખાલી ખોખા મળી આવ્યા હતા. કારમાં દારૂ લઈને આવી રહેલ બે ઈજાગ્રસ્તો હાલ ધારપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસે તેઓને નજર કેદ કર્યા છે અને સારવાર પૂર્ણ થયા બાદ દારૂ ક્યાંથી લાવ્યા હતા અને ક્યાં લઈ જવાનો હતો તે અંગેની પૂછપરછ હાથ ધરવામાં આવશે.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.