- જનતા હોસ્પિટલને વેન્ટિલેટર મશીનનું દાન મળ્યું
- રોટરી પાટણ સિટિ દ્વારા આપવામાં આવ્યુ દાન
- દાતાઓએ પણ આપ્યો સહયોગ
- 7 લાખની કિંમતનું વેન્ટિલેટર મશીન છે
પાટણઃ જરૂરિયાત મંદ પરિવારોને આરોગ્યની સેવાઓ મળી રહે તે માટે પાટણમાં સેવાભાવી સંસ્થાઓ અને દાતાઓ હંમેશા માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. પાટણ શહેર સહિત જિલ્લામાં કોરોના સંક્રમણની બીમારીથી સંકળાયેલા દર્દીઓને હાલમાં ઓક્સિજનની મોટા પ્રમાણમાં જરૂરિયાત પડતી હોય છે, ત્યારે ખાનગી હોસ્પિટલોમાં વેન્ટિલેટર મશીનોના અભાવ જોવા મળી રહ્યો છે. જેથી જીવન જ્યોત ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત જનતા હોસ્પિટલના ઘનિષ્ટ હૃદય રોગ સારવાર કેન્દ્ર ખાતે રોટરી ક્લબ ઓફ પાટણ સિટિ અને જૈન અગ્રણી દેવત્ત જૈનના સહયોગથી ગ્લોબ ગ્રાન્ટમાંથી રૂપિયા ૭ લાખની કિંમતનું વેન્ટિલેટર મશીન ભેટ આપવામાં આવ્યું હતું.
દર્દીઓની સેવા બદલ જૈન દાતાએ હર્ષની લાગણી અનુભવી
રોટરી ક્લબના સહયોગથી દર્દીઓની સેવામાં સહભાગી બનવાનો અવસર મળતા જૈન અગ્રણી અને સેવાભાવી દેવદત્તભાઈ જૈને હર્ષની લાગણી અનુભવી હતી.
હોસ્પિટલમાં દાતાઓનું કરાયું સન્માન
આ પ્રસંગે જનતા હોસ્પિટલ ખાતે દાતાઓનો સન્માન સમારોહ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. જેમાં હોસ્પિટલના સંચાલક મનસુખ પટેલ, જૈન નગરપાલિકા પ્રમુખ મહેન્દ્ર પટેલ, જિલ્લા ખેતીવાડી અધિકારી શૈલેષ પટેલ સહિત મહાનુભાવોનું રોટરી ક્લબના પ્રમુખ મંત્રી દ્વારા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.