ETV Bharat / state

Unseasonal rain in Patan: માર્કેટમાં થયો ગાજરની આવકમાં ધરખમ ઘટાડો

આ વર્ષે કમોસમી વરસાદના(Unseasonal rain in Patan) કારણે ગાજરનું વાવેતર(Planting of carrots) ઓછા પ્રમાણમાં થતા માર્કેટમાં પણ આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. રોજની 4,000થી વધુ બોરીઓની આવકની જગ્યાએ ચાલુ વર્ષે 600થી 700 જેટલી બોરીની દૈનિક આવક થઈ રહી છે. આ વખતે ખેડૂતોને ગાજરના પોષણક્ષમ ભાવ(Carrot prices) પણ મળી રહ્યા નથી.

Unseasonal rain in Patan:
Unseasonal rain in Patan:
author img

By

Published : Jan 5, 2022, 10:44 PM IST

પાટણ: પાટણ પંથકના ગાજરની નિકાસ(Export of carrots) મહારાષ્ટ્ર સહિતના અન્ય રાજ્યમાં પણ થાય છે, પરંતુ આ વખતે ગાજરની આવકમાં ધરખમ ઘટાડો જોવા મળી રહ્યો છે. પાટણ શાકમાર્કેટના પ્રમુખ મનોજ પટેલે જણાવ્યું હતું કે, વરસાદ મોડો થવાથી ગાજરનું વાવેતર(Planting of carrots) ઘણા ઓછા પ્રમાણમાં થયું છે. શિયાળામાં માવઠું(Unseasonal rain in Patan) થવાથી ગાજરનું ઉત્પાદન જોઈએ તેવા પ્રમાણમાં થયું નથી અને ગુણવત્તામાં પણ ફરક પડ્યો છે.

Unseasonal rain in Patan:

ગાજરની આવકમાં થયો ઘટાડો

દર વર્ષે ડિસેમ્બર માસમાં પાટણ શાકમાર્કેટમાં દૈનિક 4,000થી વધુ બોરીની આવક થતી હતી, તેની જગ્યાએ ચાલુ વર્ષે ફક્ત 600થી 700 જેટલી બોરીનીજ આવક થઈ છે. ગાજરની ઓછી આવકના કારણે ખેડૂતોને પણ પોષણક્ષમ ભાવો મળતા નથી અને વેપારીઓ પણ ઓછા પ્રમાણમાં માલ ખરીદી રહ્યા છે. ખેડૂતે જણાવ્યું હતું કે, વરસાદને કારણે ગાજરનું જોઈએ તેવું ઉત્પાદન થયું નથી, અને પુરતા ભાવ પણ મળી રહ્યા નથી.

ગાજરના નિકાસમાં જોવા મળ્યો ઘટાડો

ગાજરની ઓછી આવકને કારણે પાટણના ગાજરનું માત્ર અમદાવાદ, સુરત,વડોદરા જેવા શહેરોમાં નિકાસ થઇ રહ્યું છે. જ્યારે અગાઉની સિઝનમાં પાટણના ગાજરની માંગ મહારાષ્ટ્ર, રાજસ્થાન સહિતના રાજ્યોમાં રહેતી હતી, આ વખતે મહારાષ્ટ્ર, જયપુર અને જોધપુર પંથકના ગાજરની માંગ વધવા પામી છે, હજુ આગામી દિવસોમાં ગાજરની આવક થશે તેમ માનવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો : Unseasonal Rains In Banaskantha : હવામાન વિભાગની આગાહી પ્રમાણે જિલ્લામાં કમોસમી વરસાદ, ખેડૂતો ચિંતિત

આ પણ વાંચો : Unseasonal rains in Kutch : ખેડૂતોને ઊભા રવિપાક અને ઘાસમાં નુકસાન થવાની ભીતિ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.