પાટણમાં ઉત્તર ગુજરાત યુનીવર્સીટી સલગ્ન કોલેજોના વિધાર્થીઓને ડીગ્રી સર્ટીફીકેટ મેળવવું મુશ્કેલ બનતા વિદ્યાર્થી સંગઠન ABVP દ્વારા યુનિવર્સીટીના રજીસ્ટારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ABVPના કાર્યકરોનું માનવું છે કે, જયારે વિદ્યાર્થી છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા હોય છે ત્યારેં તેઓને માર્ક સીટ તો મળી જાય છે પરંતુ ડીગ્રી સર્ટિફિકેટ મેળવવા એક થી દોઢ વર્ષ સુધી રાહ જોવી પડતી હોય છે.
જેના કારણે આજના સ્પર્ધાત્મક સમયમાં વિદ્યાર્થીઓને સમયસર સર્ટીફીકેટ મળે તે જરૂરી છે. જે અંગેની માંગ સાથે યુનિવર્સીટીના રજીસ્ટારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જો કે આ અંગે રજીસ્ટારે પણ તેઓની માંગ વ્યાજબી ગણાવી હતી અને આ બાબત ચર્ચાએ લઈ ઘટતું કરવાની ખાતરી આપી હતી.