- પાટણ સીટી પોઈન્ટ કોમ્પલેક્ષમાં બે શખ્સો ઘાતક હથિયારો સાથે ઘૂસ્યા
- પોલીસ કાફલો સીટી પોઈન્ટમાં ઘસી આવ્યો
- પોલીસે સમગ્ર કોમ્પલેક્ષને કોર્ડન કર્યું
પાટણ: શહેરના પોશ વિસ્તાર એવા સિટી પોઇન્ટ કોમ્પલેક્ષમાં બે શંકાસ્પદ શખ્સો ઘાતક હથિયારો લઈને ઘુસ્યા છે તેવી જાણકારી પોલીસને મળતા SOG, બી ડિવિઝન, બોમ્બ ડિસ્પોઝલ ટીમ, ડોગ સ્કોર્ડ, સહિતનો પોલીસ કાફલો સિટી પોઇન્ટ કોમ્પલેક્ષ ખાતે તાત્કાલિક આવી પહોંચ્યો હતો. સીટી પોઈન્ટમાં એકાએક આવી પહોંચેલી પોલીસ કાફલાને જોઇને લોકોમાં ગભરાટ ફેલાયો હતો.
ગોળીબાર કરતાં સિટી પોઇન્ટ ધ્રૂજી ઊઠ્યું હતું
પોલીસે સમગ્ર કોમ્પલેક્ષને કોર્ડન કરી શકમંદ શખ્સોની તપાસ શરૂ કરી હતી અને અલગ-અલગ જગ્યાએ શોધખોળ કરતાં આ બંને શખ્સો કોમ્પ્લેકસના ભોયરામાં બ્લાસ્ટ માટે વિસ્ફોટક મુકતા હતા. તે દરમિયાન પોલીસે તેઓને પકડવા માટે ગોળીબાર કરતાં સિટી પોઇન્ટ ધ્રૂજી ઊઠ્યું હતું અને વેપારીઓમાં દહેશત જોવા મળી હતી. તો ગોળીબારના અવાજને લઈને સિટી પોઇન્ટ બહાર રોડ પર લોકોના ટોળેટોળા એકત્ર થઇ ગયા હતા. પોલીસે આ બંને શખ્સોને ઝડપી લઇ તેમની પાસેથી RDX બોક્સ, રાયફલ, IED સર્કિટ સહિતના ઘાતક હથિયારો કબ્જે કર્યા હતા.
આ પણ વાંચો: ઉત્તર પ્રદેશમાંથી વિસ્ફોટકો સાથે PFIનાં બે આતંકીઓ ઝડપાયા, વસંત પંચમીના કાર્યક્રમોમાં હુમલાનું હતું ષડયંત્ર
વેપારીઓ અને શહેરીજનોએ રાહત અનુભવી
પોલીસે બંને શખ્સોની અટકાયત કરી પોલીસ વાનમાં બેસાડી પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા. જોકે, સમગ્ર ઘટનાક્રમ એક મોક ડ્રીલ હોવાનું પોલીસે જણાવતા સિટી પોઇન્ટ કોમ્પલેક્ષના વેપારીઓ અને શહેરીજનોએ રાહત અનુભવી હતી.
આ પણ વાંચો: પટિયાલા હાઉસ કોર્ટે ISના બે શંકાસ્પદ લોકોની જામીન અરજી કરી નામંજૂર