ETV Bharat / state

પાટણમાં વધુ 2 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા, કુલ આંક 112 પર પહોંચ્યો

પાટણ શહેરમાં કોરોનાના પોઝિટિવ કેસ સતત વધી રહ્યા છે. રવિવારે વધુ બે કેસ પોઝિટિવ નોંધાતા પાટણમાં કોરોના ગ્રસ્ત દર્દીઓની સંખ્યા 43 થઈ છે. જ્યારે જિલ્લામાં કોરોના દર્દીઓની સંખ્યા 112 થઈ છે. તો જનતા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા અમદાવાદના 55 વર્ષના પુરુષે તેમજ ધારપુર હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા પાટણ શહેરના ત્રણ અને તાલુકાના ચંદ્રુમાણા ગામનો એક કેસ મળી કુલ 5 દર્દીઓએ કોરોનાને માત આપી સ્વસ્થ્ય થતા તેઓને રજા આપવામાં આવી હતી.

પાટણમાં વધુ બે કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

author img

By

Published : Jun 14, 2020, 6:58 PM IST

પાટણ : શહેરના સોનીવાડા વિસ્તારમાં આવેલી રૂગનાથજીની પોળમાં રહેતા 60 વર્ષીય મહિલાને તાવ, ખાંસી અને માથાનો દુઃખાવો થતા તેમને સારવાર અર્થે ધારપુર હોસ્પિટલમાં દાખલ કરી ટેસ્ટ સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો.

આ ઉપરાંત શહેરના પારેવા સર્કલ પાસે આવેલી સિદ્ધનાથ નગર સોસાયટીમાં રહેતા 32 વર્ષીય યુવાનને તાવ, ખાંસી અને ગળામાં દુખાવો થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યા તેમનો ટેસ્ટ લેવામાં આવ્યો હતો.

પાટણમાં વધુ બે કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
પાટણમાં વધુ બે કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

આરોગ્ય તંત્રની ટીમે આ બન્ને વિસ્તારોમાં જઇ દર્દીના સંપર્કમાં આવેલા લોકોનું સર્વે કરવાનું કામ શરૂ કર્યું હતું. ત્યારે નગરપાલિકાએ આ વિસ્તારમાં સેનેટાઈઝની કામગીરી હાથ ધરી હતી.

પાટણની જનતા હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા અમદાવાદના 55 વર્ષના પુરુષે કોરોનાને માત આપી સ્વસ્થ્ય થયા હતા. જે બાદ તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ધારપુર હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહેલા 62 વર્ષના પુરુષ તેમજ 65 વર્ષની એક મહિલા અને શહેરની ગોરસ્તનની ખડકીમાં રહેતી 48 વર્ષીય મહિલા તથા ચંદ્રુમાણા ગામના 45 વર્ષના પુરુષે કોરોનાને મ્હાચ આપી સ્વસ્થ્ય થયા હતા. જે બાદ આ તમામ દર્દીઓને રજા આપવામાં આવી છે.

આરોગ્ય વિભાગ દ્વારા અત્યાર સુધીમાં 3671 દર્દીઓના કોવિડ-19ના સેમ્પલ લેવામાં આવ્યા છે, તો 163 દર્દીઓના રિપોર્ટ પેન્ડિંગ છે. કોરોના ગ્રસ્ત 77 દર્દીઓ સ્વસ્થ્ય થતા તેઓને રજા આપવામાં આવી છે. હાલમાં 20 દર્દીઓ સારવાર હેઠળ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.