ETV Bharat / state

કોરોનાગ્રસ્ત બાપની પુત્રએ ન કરી અંતિમવિધિ, તો ભાણેજે આપ્યો અગ્નિદાહ

author img

By

Published : Apr 22, 2021, 10:36 PM IST

પાટણ શહેર સહિત જિલ્લામાં કોરોનાએ ભારે હાહાકાર મચાવી કાળો કેર વર્તાવ્યો છે. રોજે-રોજ 3 આંકડામાં નવા પોઝિટિવ દર્દીઓ સાથે સરેરાશ 10થી વધુ લોકોનાં મોત થઇ રહ્યા છે. આવી અરાજકતા વચ્ચે પાટણ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા એક વૃદ્ધનું બુધવારે સાંજે મોત થતા ગુરુવાર બપોર સુધી મૃતદેહ હોસ્પિટલમાં રહ્યા બાદ પુત્રએ અંતિમ સંસ્કાર નહીં કરી માનવતા અને લોહીના સંબંધોને શર્મસાર કર્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. જોકે વૃદ્ધના મોતની સોશિયલ મીડિયા ઉપર જાણ ભાણેજને થતાં ભાણેજે સ્મશાન ગૃહમાં પહોંચી મામાની અંતિમ વિધિ સંપન્ન કરી હતી.

પાટણ હોસ્પિટલમાં બે દિવસ મૃતદેહ પડ્યો રહ્યો

  • પાટણમાં લોહીના સંબંધોને શર્મસાદ કરતો બનાવ પ્રકાશમાં આવ્યો
  • પાટણ હોસ્પિટલમાં બે દિવસ મૃતદેહ પડ્યો રહ્યો
  • હોસ્પિટલના સતાધીશોએ મૃતદેહને લાવારીસ હાલતમાં સ્મશાન ગૃહમાં મોકલ્યો

પાટણ: શહેરમાં રહેતા રજનીકાંત ભગતરામ નાયક (ઉંમર વર્ષ 82)ની તબિયત લથડતાં તેઓને પાટણની જનરલ હોસ્પિટલના કોવિડ સેન્ટરમાં રાખવામાં આવ્યા હતા. આ વૃદ્ધનું બુધવારે સાંજે 7: 30 કલાકે અવસાન થતાં હોસ્પિટલના રજિસ્ટરમાં નોંધાયેલા પુત્ર તુષાર નાયકના મોબાઈલ નંબર ઉપર સિવિલ હોસ્પિટલના સતાધીશોએ જાણ કરી મૃતદેહને લઈ જવા કહ્યું હતું. અનેક વખત ફોન કર્યા બાદ પુત્રએ પોતે પણ કોરોના પોઝિટિવ છે તેમ કહી હાથ અદ્ધર કરી દીધા હતા.

પુત્રએ ન કરી અંતિમવિધિ, તો ભાણેજે આપ્યો અગ્નિદાહ

આ પણ વાંચો: બારડોલીનું સ્મશાન ગૃહ ફરી શરૂ, સુરતના મૃતદેહોને નહીં આપવામાં આવે અગ્નિદાહ

છેલ્લી ઘડીએ ભાણેજને ખબર પડતાં ભાણેજે મામાના કર્યા અંતિમ સંસ્કાર

હોસ્પિટલના જવાબદારોએ પરિવારના સગાં, સ્નેહી કે મિત્રોને મોકલી અંતિમ વિધિ કરવા આજીજી કરી હતી, છતાં ગુરુવારે બપોર સુધી કોઈ નહીં આવતા આખરે હોસ્પિટલના સતાધીશોએ આ અંગે પોલીસને જાણ કરી નગરપાલિકાની શબવાહિની બોલાવી હતી અને મૃતકના મૃતદેહને સબવાહિનીમાં પાટણ હિન્દુ સ્મશાન ભૂમિમાં લઈ જવાઈ હતી. વારસદાર હોવા છતાં વૃદ્ધની લાવારીસ મૃતદેહ તરીકે અંતિમ વિધિ કરવાની પ્રક્રિયા ચાલી રહી હતી. તેવામાં રજનીકાંતભાઈ નાયકનું મૃત્યુ થયું છે. તેવી પોસ્ટ સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં તેની જાણ મૃતકના ભાણેજ વિજયભાઈ નાયકને થતાં તેઓ હિન્દુ સ્મશાન ભૂમિ પહોંચ્યા હતા અને મામાની અંતિમ વિધિ સંપન્ન કરી હતી.

આ પણ વાંચો: હવે વગર વેઈટિંગે થશે અંતિમ સંસ્કાર, 10 કલાક પહેલાંથી જ તૈયાર કરી દેવાઈ છે ચિતાઓ

કોરોનાએ માનવતાને શર્મસાદ કરી

પરિવારના મોભી સમાન પિતાએ પુત્રના સુખ માટે કદાચ તડકો છાયડો જોયા વગર મહેનત કરી હશે, પણ કોરોનાની મહામારીએ લોહીના સંબંધોને પણ છિન્નભિન્ન કરી માનવતાને શર્મશાદ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.