ETV Bharat / state

પાટણનું આકાશ પતંગોથી છવાયું, ધારાસભ્યએ પણ ચગાવી પંતગ - Patan News

કોરોના મહામારીના ડર વગર પાટણ સહિત સમગ્ર પંથકમાં રંગેચંગે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. છત પર ઉધિયા જલેબી સહિતની ટેસ્ટી વાનગીઓનો સ્વાદ માણી આ પર્વને હર્ષોલ્લાસ સાથે મનાવ્યો હતો. તો કેટલાક લોકોએ ગાયોને ઘાસચારો નાખી દાન પુણ્ય કર્યું હતું.

પાટણનું આકાશ પતંગોથી છવાયું, ધારાસભ્યએ પણ ચગાવી પંતગ

author img

By

Published : Jan 14, 2021, 6:16 PM IST

પાટણમાં કોરોનાના ડર વિના પતંગ રસિકોએ ઉત્તરાયણની કરી ઉજવણી
● ડીજે વગાડવા પર પ્રતિબંધ હોવા છતાં ડીજે વાગાડાયા
● ફરસાણની દુકાનો પર ઊંધિયું જલેબી ખરીદવા સર્જાઈ લાંબી કતારો
● કેટલીક સંસ્થાઓએ ગાયો માટે દાનની રકમ ઉઘરાવી
● છત પર લોકોએ ફાફડા જલેબીની લિજ્જત માણી

પાટણઃ કોરોના મહામારીના ડર વગર પાટણ સહિત સમગ્ર પંથકમાં રંગેચંગે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી પતંગ રસિકો છત પર પરચડી પતંગો ઉડાડી એકબીજાંના પતંગો કાપી આનંદ માણ્યો હતો. છત પર ઉધિયા જલેબી સહિતની ટેસ્ટી વાનગીઓનો સ્વાદ માણી આ પર્વને હર્ષોલ્લાસ સાથે મનાવ્યો હતો. તો કેટલાક લોકોએ ગાયોને ઘાસચારો નાખી દાન પુણ્ય કર્યું હતું.

પાટણનું આકાશ પતંગોથી છવાયું, ધારાસભ્યએ પણ ચગાવી પંતગ

પાટણ શહેરનું આકાશ રંગબેરંગી પતંગોથી છવાયું

પાટણ શહેરનું આકાશ રંગબેરંગી પતંગોથી છવાયુ હતું. ઠંડી ઓછી હોવાને કારણે પતંગ રસિકો સવારથીજ છત પર ચડ્યા હતા. સવારથી જ પવનને વેગ મળતા કાપ્યો... લપેટની બુમોથી ધાબાઓ ગુંજી ઉઠ્યા હતા. આનંદ ઉત્સવના પર્વ એવા ઉત્તરાયણને મનાવવા નાના બાળકોથી લઈને મોટેરો ધાબાઓ પર જોવા મળ્યા હતા. જોકે ચાલુ વર્ષે કોરોના મહામારીનો કારણે છત પર મર્યાદિત સંખ્યામાં પતંગ રસિકોએ પતંગ ચગાવ્યા હતા. સાથે ડીજે સાઉન્ડ સિસ્ટમ વગાડવા પર પ્રતિબંધ હોવા છતા કેટલાક લોકોએ ડી.જે.સાઉન્ડ સિસ્ટમ વગાડીને ઉતરાયણની ઉજવણી કરી હતી.

ગાયની સેવા કરી કરાઇ ઉત્તરાયણ પર્વની ઉજવણી

ઉત્તરાયણ પર્વમા ઊંધિયું અને જલેબી ખાવાનો અનેરો મહિમાં હોવાથી શહેરની વિવિધ ફરસાણની દુકાનો પર સવારથી જ ઊંધિયું જલેબી લેવા માટે લાંબી કતારો લાગી હતી અને લોકોએ ખરીદી કરી ધાબા પર ઊંધીયા જલેબીની લિજ્જત માણી હતી. તો બીજીતરફ આ પર્વમાં દાન પુણ્યનું પણ એટલું મહત્વ છે. લોકોએ ગાયોને ઘાસ નિરવી દાન પુણ્ય કર્યું હતું. તો કેટલાક લોકોએ ગાયો માટે દાનની રકમ ઉઘરાવી ફંડ એકત્ર કર્યું હતું.

પાટણના ધારાસભ્યએ પતંગ ચગાવ્યાં

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો પાટણના ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલે પણ મર્યાદિત સંખ્યામાં પરિવાર સાથે ઉતરાયણ પર્વની ઉજવણી કરી હતી અને પતંગ ચગાવ્યા હતા. તો સાથે જ ફાફડા-જલેબીની જાયફત માણી હતી આગામી સમયમાં આવનારી નગર પાલિકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીને લઈને તેઓએ કોંગ્રેસની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.