ETV Bharat / state

પાટણ સિવિલમાં યુવાનનો રિપોર્ટ નેગેટિવ અને ધારપુર સિવિલમાં પોઝિટિવ

author img

By

Published : Apr 8, 2021, 6:49 PM IST

પાટણની સિવિલ હોસ્પિટલમાં શહેરના યુવાને કોરોના રિપોર્ટ કરાવતા નેગેટિવ આવ્યો હતો. જ્યારે ધારપુર સિવિલ હોસ્પિટલમાં રેપિડ ટેસ્ટ કરાવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. યુવાને આક્ષેપ કર્યો હતો કે, પાટણ સિવિલમાં ટેસ્ટ કર્યા વિના જ નેગેટિવ રિપોર્ટ આપવામાં આવ્યો હતો.

યુવાનનો કોરોના રિપોર્ટ કર્યા વગર નેગેટિવ રિપોર્ટ આપી દેવાયો

  • પાટણમાં સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી
  • યુવાનનો કોરોના રિપોર્ટ કર્યા વગર નેગેટિવ રિપોર્ટ આપી દેવાયો
  • યુવાને બીજીવાર ધારપુર હોસ્પિટલમાં ટેસ્ટ કરાવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો
  • યુવાને તંત્રની પોલ ખોલતો વીડિયો બનાવી કર્યો વાયરલ
  • સિવિલ હોસ્પિટલમાં થતાં કોરોના ટેસ્ટને લઈને ઉઠ્યા અનેક સવાલો

પાટણ: શહેરમાં એસ.કે. બ્લડ બેન્ક પાસે રહેતા યસ દિનેશભાઈ પટેલને કોરોનાના લક્ષણો જણાતા બુધવારે તે રેપિડ ટેસ્ટ કરાવવા માટે પાટણ સિવિલ હોસ્પિટલમાં ગયો હતો. ત્યાં કેસ કઢાવી તેણે કોવિડ સેન્ટરમાં આપ્યો હતો. થોડીવાર બાદ તેને નેગેટિવ રિપોર્ટ આપી દેવામાં આવ્યો હતો. જોકે તેને ટેસ્ટ કરાવ્યો નથી અને નેગેટિવ રિપોર્ટ આપવામાં આવ્યો છે, તેવી સ્થાનિક કર્મચારીઓને જાણ કરતાં બાદમાં તેનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો, પરંતુ અગાઉ જે રિપોર્ટ આપવામાં આવ્યો હતો તે જ નેગેટિવ રિપોર્ટ તેને પકડાવી દેવામાં આવ્યો હતો.

પાટણમાં સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી

આ પણ વાંચો: દર્દીના મોત બદલ પરિવારે કોવિડ હોસ્પિટલ પર કર્યા ગંભીર આક્ષેપો

કોરોના ટેસ્ટિંગ અંગે અનેક સવાલો ઉભા થયા

પોતાના નેગેટિવ રિપોર્ટ ઉપર શંકા જતા યુવાન તાત્કાલિક ધારપુર હોસ્પિટલે પહોંચ્યો હતો. ત્યાં રેપિડ ટેસ્ટ કરાવતા તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને દવા પણ આપવામાં આવી હતી. જોકે આ બાબતે તેણે સિવિલ હોસ્પિટલની બેદરકારી બાબતેનો વીડિયો વાયરલ કરી પાટણ સિવિલ હોસ્પિટલની પોલ ખોલી હતી. જેને લઇને કોરોના ટેસ્ટિંગ અંગે અનેક સવાલો ઉભા થયા છે.

આ પણ વાંચો: ગુજરાતમાં SVP કે અન્ય હોસ્પિટલો પાસે ICU બેડ કે વેન્ટીલેટર નથી,શક્તિસિંહ ગોહિલે ઉઠાવ્યા સવાલ

કોમ્યુનિકેશનના અભાવે આ ઘટના બની: ડો. અરવિંદ પરમાર

પાટણ સિવિલ સર્જન ડો. અરવિંદ પરમારે જણાવ્યું હતું કે, કોરોના ટેસ્ટ સમયે એક કર્મચારી દર્દીની ડિટેલ લખતા હોય છે અને બીજો કર્મચારી ટેસ્ટ કરતાં હોય છે. આ બન્ને વચ્ચેના કોમ્યુનિકેશનના અભાવે આ ઘટના બની છે, પરંતુ યુવાને તેનું સેમ્પલ લેવામાં આવ્યું નથી તેમ કહેતા કર્મચારીઓ દ્વારા તેનું ટેસ્ટ સેમ્પલ લઇ રિપોર્ટ કરવામાં આવ્યો હતો. જે રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. ધારપુર હોસ્પિટલમાં પોઝિટિવ રિપોર્ટ આવવા બદલ જણાવ્યું હતું કે, એક જ વ્યક્તિના બે વાર રિપોર્ટ થાય તો કેટલીક વાર ટેક્નિકલ એરરના કારણે આવું બની શકે છે. એમ કહી કર્મચારીઓનો બચાવ કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.