પાટણઃ કોરોના વાઇરસની મહામારીને લડત આપવા નરેન્દ્ર મોદીની અપીલને માન આપી અગાઉ દેશવાસીઓએ તાલીઓ અને ઘંટનાદ કર્યો હતો. ત્યારબાદ રવિવારે રાત્રે અંધકારથી પ્રકાશ તરફ લઈ જઈ કોરોના સામેની લડાઈમાં ‘હમ સબ એક હૈ‘ની લાગણી સાથે પાટણ વાસીઓએ શહેરના વિવિધ વિસ્તારોમાં રાત્રે 9:00 કલાકથી નવ મિનિટ સુધી પોતાના ઘરોની લાઈટો બંધ કરી ઘરના આંગણે, અગાસીઓમાં, બાલ્કનીમાં, ફળિયામાં, તો કેટલાકે ધાબા ઉપર તેમજ વિવિધ મંદિરોમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવી એકસાથે દીવડાઓ પ્રગટાવ્યા હતા.
દીવડાઓની જગમગતાને લઈ એક અનોખા આધ્યાત્મિકતાથી એક અલૌકિક વાતાવરણ સર્જાયું હતું. કોરોના સામેની લડાઈમાં આપણે સૌ એક છીએ એવા મનોબળની લાગણીનો અહોભાવ પણ શહેરીજનોમા જોવા મળ્યો હતો.
![, દિવડાઓ ઝગમગતા અલૌકિક વાતાવરણ સર્જાયું](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-ptn-03-patanglowedfromtheday-video-vo-7204891_05042020223300_0504f_1586106180_997.jpg)