- ટેન્કરચાલકે સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવતા સર્જાયો અકસ્માત
- ટેન્કરમાંથી ઢોળાયેલું તેલ ભરવા લોકોએ કરી પડાપડી
- મોરબીથી તેલ ભરીને જયપુર તરફ જઈ રહ્યું હતું ટેન્કર
આ પણ વાંચોઃ અમદાવાદઃ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઓઈલ ચોરીના ગુનામાં બે આરોપીઓની ધરપકડ કરી
મોરબીઃ મોરબીથી મકાઈનું તેલ ભરીને જયપુર તરફ જવા માટે એક ટેન્કરચાલક નીકળ્યો હતો. તે દરમિયાન મંગળવારે વહેલી સવારે સાંતલપુર તાલુકાના સીધાડા કસ્ટમ પર ટેન્કર પહોંચતા અચાનક ટેન્કર પલટી મારી ગયું હતું. ટેન્કરચાલકે અચાનક જ સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવતા આ ટેમ્કર પલટી ગયું હતું. જોકે, ટેન્કર પલટી જતા ટેન્કરનું તેલ રસ્તા પર ઢોળાઈ ગયું હતું.
આ પણ વાંચોઃ રાજકોટમાં સિંગતેલના ભાવમાં રુપિયા 25નો વધારો, કપાસિયામાં પણ તેજી
કેટલાકે તેલના ખાબોચિયામાંથી વાસણમાં તેલ ભર્યું
આ અંગે આસપાસના લોકોને જાણ થતા તેમણે ટેન્કર પાસે તેલ લેવા પડાપડી કરી હતી. લોકો વાસણ લઈને તેલ લેવા માટે લાઈનમાં ઊભા રહ્યા હતા અને જ્યાંથી જગ્યા મળે ત્યાંથી તેલ ભરતા હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા. કેટલાક તો રોડ પર ભરાયેલા તેલના ખાબોચિયામાંથી હાથ વડે વાસણમાં તેલ ભર્યું હતું.