ETV Bharat / state

પાટણમાં નગરપાલિકાની બેદરકારીને કારણે ગાંધી બાગ બન્યો વેરાન - desolate

પાટણ: જિલ્લામાં આવેલા ગાંધી બાગ હાલ ઉજ્જડ અને વેરાન બની ગયો છે. જેમાં શહેર નગર પાલિકાની કાળજીના અભાવે લાખો રૂપિયાના ખર્ચે રીનોવેશન કરવામાં આવેલા બાગની હાલત વેરાન બની છે. સાથે જ આ ગાંધી બાગમાં ઠેર-ઠેર ગંદકીના ઢગ જોવા મળી રહ્યાં છે. બાગમાં સહેલાણીઓ માટે કોઈ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી નથી. જેન લઈને નગરજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

પાટણમાં નગરપાલિકાની બેદરકારીને કારણે ગાંધી બાગ બન્યો વેરાન
author img

By

Published : May 23, 2019, 12:10 AM IST

ભારત દેશને આઝાદી અપાવનાર મહાત્મા ગાંધીજીના નામ સાથે જોડાયેલા કોઈ પણ સ્મારક દીપી ઉઠે છે. જ્યારે સિક્કાની બીજી બાજુ જોઈએ તો પાટણના બગવાડા દરવાજાથી રેલવે નાળા રોડ પર આવેલા ગાંધી બાગને ગુજરાતના તત્કાલિન મહિલા મુખ્યપ્રધાન અને પાટણના તે સમયના ધારાસભ્ય આનંદીબેન પટેલે સરકારમાંથી લાખો રૂપિયાની ગ્રાન્ટ પાટણ નગરપાલિકાને ફાળવવામાં આવી હતી. આ બાગનું રીનોવેશન કરીને સહેલાણીઓ માટે ખુલ્લો મુક્યો હતો. પરંતુ આજે આ બાગ વેરાન બની ગયો છે. બાગમાં સફાઈ તેમજ જાળવણીના અભાવે જ્યાં જુઓ ત્યાં ગંદકી અને કચરાના ઢગલા જોવા મળી રહ્યાં છે.

પાટણમાં નગરપાલિકાની બેદરકારીને કારણે ગાંધી બાગ બન્યો વેરાન

આ બાગમાં સહેલાણીઓ માટે કોઈ પ્રકારની સુવિધા પાલિકા દ્વારા ઉભી કરવામાં આવી નથી. સાથે જ પાણીની ઓવર હેડ ટાંકી પણ આવેલી છે, જેની પાઇપલાઈનમાંથી પાણીનો વેડફાડ થઈ રહ્યો છે. જેને કારણે બાગમાં કાદવ કીચડ પણ જોવા મળી રહ્યો છે.

પાટણ નગર પાલિકા હસ્તકના તમામ બાગની જાળવણી માટે 20 જેટલા માળી આઉટસોસિંગથી રાખવામાં આવ્યા છે પણ શહેરના એક પણ બાગમાં કોઈ માળી હાજર રહેતા નથી તેમજ ચોકીયાત પણ ન હોવાથી બાગ અસામાજિક તત્વોનો અડો બની ગયો છે. આવા તત્વો બાગમાં અસામાજિક પ્રવૃત્તિઓ કરે છે. જેને કારણે બાગમાં કોઈ સહેલાણીઓ આવતા નથી. પાટણ નગર પાલિકાની આવી નિષ્કાળજીને કારણે ગાંધી બાગ વેરાન બન્યો છે.

Intro:પાટણ નગર પાલિકા ની કાળજી ના અભાવે લાખો રૂપિયા ના ખર્ચે રોનીવેશન થયેલ ગાંધી બાગ હાલ મા ઉજ્જડ અને વેરાન બન્યો છે.બાગ માં ઠેર ઠેર ગંદકી ના ઢગલા જોવા મળી રહ્યા છે. બાગ મા સહેલાણીઓ માટે કોઇ પ્રકાર ની સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ નથી.બગીચાની આવી દશા જોઈને નગરજનો મા ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Body:ભારત દેશ ને આઝાદી અપાવનાર મહાત્મા ગાંધીજી નામ સાથે જોડાયેલ કઈ પણ સ્મારક દીપી ઉઠે છે. જ્યારે સિક્કાની બીજી બાજુ પાટણ શહેર માં બગવાડા દરવાજાથી રેલવે નાળા રોડ પર આવેલ ગાંધી બાગ ને ગુજરાતના તત્કાલીન મહિલા મુખ્યમંત્રી અને પાટણ ના તે સમય ન ધારા સભ્ય આનંદી બેન પટેલે સરકાર માંથી લાખો રૂપિયા ની ગ્રાન્ટ પાટણ નગર પાલિકા ને અપાવી બાગ નુ રીનોવેશન કરવી સહેલાણીઓ માટે આ બાગ ને ખુલો મુક્યો હતો. પણ આજે આ બાગ વેરાન બની ગયો છે. બાગ મા સફાઈ તેમજ જાળવણી ના અભાવે જ્યાં જુઓ ત્યાં ગંદકી અને કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. બગીચા મા સહેલાણીઓ માટે કોઈ પ્રકારની સુવિધા પાલિકા દ્વારા ઉભી કરાઇ નથી. બગીચો મા પાણી ની ઓવર હેડ ટાંકી પણ આવેલછે જેની પાઇપ લાઈન માંથી પાણી નો વેડફાટ પણ થઈ રહ્યો છે.જે ને કારણે બગીચામાં કાદવ કીચ્ચડ પણ જોવા મળી રહ્યો છે.

Conclusion:પાટણ નગર પાલિકા હસ્તક ના તમામ બગીચાઓ ની જાળવણી માટે 20 જેટલા માળી આઉટસોસિંગ થી રાખવા મા આવ્યા છે પણ શહેર ના એક પણ બગીચા મા કોઈ માળી હાજર હોતા નથી તેમજ ચોકીયાત પણ ન હોવાથી બગીચો અસામાજિક તત્વો નો અડો બની ગયો છે ને આવા તત્વો બગીચામાં અસામાજિક પ્રવૃત્તિઓ કરે છે.જેથી બગીચામાં કોઈ સહેલાણીઓ આવતા નથી. પાટણ નગર પાલિકાની આવી નિષ્કાળજી ને કારણે ગાંધી બાગ વેરાન બન્યો છે.

બાઈટ:- લાલેશ ઠક્કર સામાજિક કાર્યકર પાટણ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.