- પાટણમાં લાયન્સ ક્લબની સેવાકીય પ્રવૃત્તિ
- 100 જરૂરિયાતમંદોને ધાબળાનું કર્યું વિતરણ
- કોરોનાથી બચવા શ્રમજીવી પરિવારોને અપાયા માસ્ક
પાટણઃ લાયન્સ કલબ દ્વારા જરૂરિયાતમંદોને ધાબળા વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત પાટણના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં જઈ લાયન્સ ક્લબે 100થી વધારે જરૂરિયાતમંદોને ધાબળા આપ્યા હતા. પાટણ સહિત ગુજરાતમાં ઠંડીએ નવું સ્વરૂપ ધારણ કર્યું છે. આ હાડ થીજવતી ઠંડીમાં જરૂરિયાતમંદોને ઠંડીથી રક્ષણ આપવા માટે તેમને ધાબળા આપવામાં આવ્યા હતા.
ઠંડીથી રક્ષણ આપવાના હેતુસર ધાબળાનું વિતરણ કરાયું
આર્થિક રીતે સદ્ધર વ્યક્તિઓ તો ઠંડીથી બચવા માટે ગરમ હીટર લગાવે છે, ગરમ કપડાં પહેરે છે, પરંતુ આવા જરૂરિયાતમંદોનું શું... આવા વિચારથી જ લાયન્સ ક્લબે આવા જરૂરિયાતમંદોને વિનામૂલ્યે ધાબળાનું વિતરણ કર્યું હતું.
કોરોનાથી બચવા શ્રમજીવી પરિવારોને માસ્ક અપાયા
તો બીજી તરફ ઠંડીની સાથે સાથે કોરોનાથી પણ બચવું ખૂબ જ જરૂરી છે. આને ધ્યાનમાં રાખી રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા જરૂરિયાતમંદોને માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. રિલાયન્સ ફાઉન્ડેશનના કાર્યકર્તાઓ શ્રમજીવી વિસ્તારમાં જઈ લોકોને માસ્ક આપ્યા હતા.