પાટણ: ગુજરાતમાં લોકો એવું કહેતા હોય છે કે, સલામત સવારી એસ.ટી. હમારી. પણ ઘણા એવા કિસ્સાઓ સામે આવ્યા છે કે, જેમાં એસ.ટી. (Teasing of a woman in Patan) બસની મુસાફરી સલામત રહી નથી. નાઈટમાં ડ્રાઈવિંગ કરતા વ્યક્તિઓ ઘણી વખત પીધેલા પકડાય છે તો ક્યારેક છેડતી પણ કરી બેસે છે. પણ સુરતથી રાધનપુર જતી બસમાં ડ્રાઈવરે બસનું સ્ટેરિંગ બસના કંડક્ટરને આપી ડ્રાઈવરે પોલીસકર્મીની પત્નીની છેડતી કરી હતી.પરિણીતાના પતિ સુરતના ડુમ્મસ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. નાઈટ જર્નીમાં ડ્રાઈવરે પરિણીતાનો દુપટ્ટો ખેંચીને છેડતી કરી હતી. આ ઘટના બનતા પરિણીતાએ પહેલા પોતાના પતિને ફરિયાદ કરી ત્યાર બાદ પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરી મદદ માંગી હતી.
આ પણ વાંચો: Robber As a Courier Boy: લૂંટ કરવા સાતીર બન્યો કુરિયર બોય જૂનાગઢ પોલીસે રાજકોટથી દબોચી લીધો
પોલીસકર્મીની ઘરવાળી પર નજર બગાડી: સામાન્ય રીતે લાંબા અંતરની મુસાફરીમાં એસ.ટી.બસના ડ્રાઈવર એક ચોક્કસ અંતર પછી ડ્યૂટી ચેન્જ કરતા હોય છે. પણ સુરતથી ઉપડેલી બસ જે રાધનપુર જતી હતી એમાં ડ્રાઈવરે રાતનો લાભ લઈને પોલીસકર્મીની ઘરવાળી પર નજર બગાડી હતી. યુવતીએ ફોન કરીને પોલીસને જાણ કરતા વહેલી સવારે પાંચેક વાગ્યા આસપાસ પોલીસ ટુકડી સમી બસ સ્ટેન્ડ પર આવી પહોંચી હતી. પોલીસે આ કેસમાં એસ.ટી.બસના ડ્રાઈવરની ધરપકડ કરી હતી. મૂળ સમી તાલુકાના વાવલ ગામના વતની અને હાલમાં સુરત રહેતી પરિણીતા એક સામાજિક પ્રસંગમાં હાજરી આપવા માટે જઈ રહ્યા હતા. એ સમયે એમની સાથે ઘટના બની હતી.
આ પણ વાંચો: ઓહ! પતિએ પોતાની પત્નીને પોતાના મિત્ર સાથે જ આવું કામ કરવા દબાણ કર્યું પછી...
પોલીસે કાયદેસરના પગલાં લીધા: તારીખ 18ના રોજ જ્યારે બસ સુરતથી રવાના થઈ હતી ત્યારે રાત્રીના ત્રણેક વાગ્યા આસપાસ બસના ડ્રાઈવર મહંમદ રજાક અનવરભાઈ ઘાંચી પોતે બસ ચલાવવાના બદલે કંડક્ટરને બસ ચલાવવા આપી હતી. પછી પોતે કંડક્ટરની સીટ પર આવીને બેસી ગયો હતો. જ્યારે બસ શંખેશ્વરથી સમી બાજુ આવી રહી હતી ત્યારે બસના ડ્રાઈવરે ખોટા ઈરાદાથી પરિણીતાની છેડતી કરી હતી. યુવતીનો દુપટ્ટો ખેંચીને ખોટા ઈશારા કર્યા હતા. પછી પીડિતાએ પોતાની સાથે બનેલી સમગ્ર ઘટતા પોલીસને કહી.પોલીસે આ કેસમાં કાયદેસરના પગલાં ભરીને ડ્રાઈવર મહંમદ રજાક અનવરભાઇ ઘાંચીની ધરપકડ કરી છે. જે મૂળ રાધનપુરનો રહેવાસી છે.