ETV Bharat / state

પાટણના કલેક્ટરે કોરોના વેક્સિનેશન અને ટેસ્ટિંગ સેન્ટરની મુલાકાત લીધી - પાટણ જિલ્લા કલેક્ટર

પાટણમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે. અહીં કોરોના સંક્રમણને નિયંત્રિત કરવા જિલ્લા વહીવટી તંત્ર સહિત આરોગ્ય અને નગરપાલિકા તંત્ર સજ્જ બન્યું છે. લોકો વધુમાં વધુ કોરોનાના  ટેસ્ટિંગ કરાવે અને રસીકરણ ઉત્સવમાં જાગૃતતા દાખવે તે માટે શહેરના 8 વિસ્તારોમાં રસીકરણની સાથે સાથે નિઃશુલ્ક કોરોના ટેસ્ટિંગ કેમ્પ શરૂ કરાયા છે. જિલ્લા કલેક્ટર અને પ્રાન્ત અધિકારીએ આ તમામ કેમ્પની મુલાકાત લીધી હતી. આ સાથે જ કોરોનાની રસી લેવા માટે વેપારીઓને અપીલ કરી હતી.

author img

By

Published : Apr 14, 2021, 3:22 PM IST

  • કોરોનાના કેસ વધતા પાટણમાં કોરોના ટેસ્ટિંગ કેમ્પ શરૂ કરાયા
  • 8 વિસ્તારોમાં વેક્સિનેશનની સાથે નિઃશુલ્ક કોરોના ટેસ્ટ થાય છે
  • કોરોનાની રસી લેવા વેપારીઓને કરવામાં આવી અપીલ

પાટણઃ જિલ્લામાં દિવસેને દિવસે કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે 8 વિસ્તારોમાં વેક્સિનેશન સેન્ટરની સાથે સાથે કોરોનાના ટેસ્ટિંગ કેમ્પ પણ શરૂ કરવામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટર સુપ્રિતસિંઘ ગુલાટી અને પ્રાન્ત અધિકારીએ આ તમામ કેમ્પની મુલાકાત કરી હતી. આ સાથે જ તમામ વેપારીઓ અને લોકોને કોરોનાની રસી લેવા માટે અપીલ કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ મેઘરજમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરાયું

વિવિધ રસીકરણ કેન્દ્રો પરથી 500 વેપારીઓએ લીધી રસી

છેલ્લા 9 દિવસમાં જિલ્લામાં રોજના 100થી વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે તો શહેરમા સરેરાશ 50થી વધુ કેસ નોંધાતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે ત્યારે કોરોના સંક્રમણ સામે રોગપ્રતિકારક શક્તિ વધારવા પાટણ જિલ્લા વહિવટી તંત્ર, તાલુકા આરોગ્ય કચેરી અને નગરપાલિકા તંત્રના સંયુક્ત ઉપક્રમે શહેરના 8 વિસ્તારોમાં વેક્સિનેશન અને ટેસ્ટિંગ કેમ્પો કાર્યરત કરવામાં આવ્યા છે. શહેરના બગવાડા દરવાજા સહિતના કેમ્પોમાં નાગરિકોએ અને વેક્સિનેશન માટે જાગૃતતા દાખવી છે. પાટણ પ્રાન્ત અધિકારી સ્વપ્નિલ ખરેએ બગવાડા ચોક વિસ્તારની દુકાને દુકાને ફરી વેપારીઓને રસી લેવા સમજાવ્યા હતા. પાટણમાં વિવિધ રસીકરણ કેન્દ્રો પરથી 500 જેટલા વેપારીઓએ રસી લીધી હતી.

આ પણ વાંચોઃ મહેસાણા જિલ્લામાં કોવિડ કેર સેન્ટર તેમજ જિલ્લામાં 1,300થી વધુ બેડ વધારાયા

વધુમાં વધુ નાગરિકોના ટેસ્ટ અને રસીકરણ કરવા અધિકારીઓ કર્મચારીઓની આપી સૂચના

જિલ્લા કલેકટર સુપ્રિતસિંઘ ગુલાટીએ કોરોના ટેસ્ટિંગ અને વેક્સિનેશન કેમ્પની મુલાકાત લીધી હતી. અહીં ટેસ્ટિંગ માટેની કિટનો જથ્થો પૂરતા પ્રમાણમાં છે કે કેમ તેની ચકાસણી કરી હતી અને વધુમાં વધુ લોકો ટેસ્ટિંગ અને વેક્સિનેશન કરાવે તે માટે કર્મચારીઓ અને અધિકારીઓને સૂચના આપી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.