ETV Bharat / state

પાટણમાં ખરીદી સમયે સોશિયલ ડિસ્ટન્સ જાળવવા છત્રીનો ઉપયોગ કરવા કલેક્ટરની અપીલ - Gujarat News

પાટણ જિલ્લામાં કલેક્ટર આનંદ પટેલ દ્વારા નવતર પ્રયોગને અમલમાં મુકવામાં આવ્યો હતો. જેમાં તેેઓએ કહ્યું કે બજારમાં ખરીદી સમયે છત્રીનો ઉપયોગ કરવો જેથી તડકાથી બચી શકાય અને સાથે સાથે સોશિયલ ડિસ્ટન્સ પણ જળવાઇ રહે છે.

પાટણમાં ખરીદી સમયે સોશિયલ ડિસ્ટન્સ જાળવવા છત્રિનો ઉપયોગ કરવા કલેક્ટરે કરી અપીલ

author img

By

Published : May 14, 2020, 8:04 PM IST

Updated : May 14, 2020, 9:01 PM IST

પાટણઃ જિલ્લામાં બજારમાં ખરીદી સમયે છત્રીનો ઉપયોગ કરવાથી ઉનાળામાં ગરમી સામે રક્ષણની સાથે આપો આપ સામાજીક અંતર પણ જળવાશે. ” કલેક્ટર આનંદ પટેલ દ્વારા આ નવતર પ્રયોગને અમલમાં મુકવા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે.

પાટણ જિલ્લો ઓરેન્જ ઝોનમાં આવતો હોવાથી સવારના 7 કલાકથી સાંજના 7 કલાક સુધી રાજ્ય સરકારની માર્ગદર્શિકા અને કલેક્ટરના જાહેરનામાની સુચનાઓના પાલન સાથે દુકાનો ખોલવા માટે છૂટછાટ આપવામાં આવી છે.

પાટણમાં ખરીદી સમયે સોશિયલ ડિસ્ટન્સ જાળવવા છત્રિનો ઉપયોગ કરવા કલેક્ટરે કરી અપીલ
પાટણમાં ખરીદી સમયે સોશિયલ ડિસ્ટન્સ જાળવવા છત્રિનો ઉપયોગ કરવા કલેક્ટરે કરી અપીલ

તેવા સમયે બજારમાં ભીડ ન થાય તથા ખરીદી સમયે સોશિયલ ડિસ્ટન્સ જળવાઇ રહે તે માટે છત્રીનો ઉપયોગ કરવાનું સુચન સૌ પ્રથમ પાટણના વોર્ડ નંબર બે ના નગર સેવક મધુભાઈ પટેલે કર્યુ હતુ અને આ પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ કરી હતી. જેના પગલે કલેક્ટર આનંદ પટેલે ખરીદી સમયે છત્રીનો ઉપયોગ કરવા નગરજનોને અપીલ કરી છે.

માસ્ક પહેરવા સાથે સલામત અંતર જળવાય તે કોરોના વાઇરસના ચેપથી બચવાનો સૌથી શ્રેષ્ઠ અને સરળ ઉપાય છે. ત્યારે છત્રીના ઉપયોગથી ઉનાળાની ઋતુમાં ગરમીથી રક્ષણ મળે તથા સ્વાસ્થ્ય પર વિપરીત અસર ન થાય તેની સાથે સાથે બે વ્યક્તિ વચ્ચે સલામત અંતર પણ જળવાય રહે છે.

Last Updated : May 14, 2020, 9:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.