પાટણઃ જિલ્લા પંચાયતની સામાન્ય સભાની બેઠક જિલ્લા પંચાયત પ્રમુખના અધ્યક્ષ સ્થાને મળી હતી. આજની બેઠકમાં વર્ષ 2020- 21 નું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યુ હતુ. શાસક અને વિપક્ષના સભ્યોએ સર્વાનુમતે રૂપિયા 210 કરોડનું પુરાંતવાળુ બજેટ મંજુર કર્યું હતું. ગત વર્ષની સરખામણીએ બજેટમાં 3 કરોડ રૂપિયાનો વધારો થયો છે. જેમાં પશુપાલન માટે 5 લાખ, ખેતીવાડી માટે 5 લાખ, શિક્ષણ માટે 21 લાખ અને સ્વંભાંડોળ માટે 4.32 લાખ ફાળવવામાં આવ્યા છે.
પાટણ જિલ્લા પંચાયતનું બજેટ સર્વાનુમતે મંજૂર કરાયુ - પાટણ સમાચાર
પાટણ જિલ્લા પંચાયતની સામાન્ય સભાની બેઠક સ્વર્ણિમ હોલ ખાતે મળી હતી. જેમાં એજન્ડા પરના 18 કામો પર ચર્ચાઓ કરવામાં આવી હતી. સૌથી વધુ શિક્ષણ ખાતામાં ભ્રષ્ટાચારના આક્ષેપો થયા હતા. આ બેઠકમાં વર્ષ 2020-21નું પૂરાંતવાળુ બજેટ સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યું હતું.
પાટણ