ETV Bharat / state

પ્રેમીની બેવફાઈમાં મોતની છલાંગ લગાવનાર પરણિત યુવતીનો બે દિવસ બાદ મૃતદેહ મળ્યો - મોતની છલાંગ

પાટણ જિલ્લાના હારિજ નજીક આવેલા કંબોઈ પાસેથી પસાર થતી નર્મદા કેનાલના કિનારે ઉભા રહી પ્રેમી યુવક સામે બેવફાઈના આક્ષેપો સાથે વીડીયો વાયરલ કરી મોતની છલાંગ લગાવનાર પરણિત યુવતીનો શનિવારે 2 દિવસ બાદ કેનાલના ગેટ પાસેથી પાણીમાં તરતો મૃતદેહ મળી આવ્યો હતો. ચાણસ્મા પોલીસે પરણિત યુવતિને બદનામ કરી દગો આપનાર પ્રેમી સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.

પ્રેમીની બેવફાઈમાં મોતની છલાંગ
પ્રેમીની બેવફાઈમાં મોતની છલાંગ
author img

By

Published : May 22, 2021, 10:26 PM IST

  • મોતની છલાંગ લગાવનાર પરણિત યુવતીનો મૃતદેહ 2 દિવસ બાદ મળ્યો
  • સ્થાનિક તરવૈયાઓએ મૃત દેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે મોકલ્યો
  • પોલીસે પ્રેમી યુવક સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા

પાટણ: જિલ્લામાં એક પ્રેમીકાએ પ્રેમીની બેવફાઈના કારણે મોતને ભેટતી ઘટના સામે આવી છે. ચાણસ્મા તાલુકાના ખીમિયાણા ગામની વસંતી ઠાકોરના લગ્ન ચાણસ્માના મુકેશજી ઠાકોર સાથે થયા હતા. પરંતુ, વસંતીને બનાસકાંઠા જિલ્લાના તેરવાડા ગામના વિષ્ણુજી સાથે પ્રેમના સંબંધો બંધાતા સાસરિયામાં બદનામ થતાં છેલ્લા 3-4 મહિનાથી પિયરમાં જ રહેતી હતી. આ દરમિયાન, ગુરુવારે બ્રાહ્મણવાડા ગામેં લગ્નમાં જવાનું કહી ઘરેથી નીકળી હતી. જેના થોડા કલાકો બાદ કંબોઈ નજીકથી પસાર થતી નર્મદાની કેનાલ પાસે ઉભી રહી મરવાનું કારણ દર્શાવતો વીડીયો બનાવી પોતાની બેનને મોકલી મોતની છલાંગ લગાવી હતી.

પ્રેમીની બેવફાઈમાં યુવતીની મોતની છલાંગ

આ પણ વાંચો: સાસરિયાઓના ત્રાસથી કંટાળીને વધુ એક પરિણીતાએ વીડિયો બનાવીને કરી આત્મહત્યા

IPC કલમ 306 તેમજ અન્ય કલમો હેઠળ ગુનો નોંધાયો

બે દિવસ સુધી કેનાલના પાણીમાં શોધખોળ બાદ શનિવારે કેનાલના ગેટમાં ફસાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા સ્થાનિક તરવૈયાઓએ બહાર કાઢ્યો હતો. પોલીસે વસંતી ઠાકોર સાથે પ્રેમ સંબંધો બાંધી બેવફાઈ કરી દગો આપનાર પ્રેમી વિષ્ણુજી ઠાકોર સામે IPC કલમ 306 તેમજ અન્ય કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો: રાજકોટ સામુહિક આત્મહત્યા મામલોઃ 2 વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.