- પાટણમાં ટીબી હારેગા દેશ જીતેગા સુત્રને સાર્થક કરવા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ
- જિલ્લા વિકાસ અધિકારીએ ક્રિકેટ મેચનું કર્યું ઉદ્ઘાટન
- ટુર્નામેન્ટમાં દરેક તાલુકાના આરોગ્ય વિભાગની 12 ટીમોએ લીધો છે ભાગ
પાટણઃ 24 માર્ચ વર્લ્ડ ટી.બી.મુક્ત દિવસની ઉજવણીના ભાગરૂપે પાટણ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત પાટણ તાલુકાના બાલીસણા ગામે ટી.બી. હારસે, પાટણ જીતશે અભિયાન હેઠળ ડે ક્રિક્રેટ ટુર્નામેન્ટનું જિલા વિકાસ અધિકારી ડી.કે પારેખના હસ્તે ઉદ્ધાટન કરવામાં આવ્યું. ટીબી હારેગા દેશ જીતેગાના સ્લોગન ને સાર્થક કરવા અને સમાજમાં સારો મેસેજ પહોંચાડી લોક જાગૃતિ અર્થે આ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે ત્યારે આ પ્રસંગે ડી.ડી.ઓએ ટોસ ઉછાળી બેટિંગનો લ્હાવો માણ્યો હતો.તો પ્રથમ દિવસે જિલ્લામાં હેલ્થ ટીમ અને રાધનપુરની ટિમ વચ્ચે મેચ યોજાઈ હતી.ક્રિકેટના માધ્યમ થકી લોકોમાં અને સમાજમાં ટીબી પ્રત્યે જાગૃતિ આવે એવા આશયથી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે.
દર રવિવારે ત્રણ ત્રણ મેચો રમાશે 28મીએ ફાઈનલ મેચ રમાશે
આરોગ્ય વિભાગ દ્વારા ટી.બી.હારસે, પાટણ જીતશે અભિયાન હેઠળ ખેલાડીઓને ટી શર્ટ અને ટોપીઓ તેમજ કિટનું વિતરણ કરવામાં પણ આવ્યું છે. ટુર્નામેન્ટના અંતે વિજેતા ટિમને આરોગ્ય વિભાગ દ્વારા ટ્રોફી એનાયત કરવામાં આવશે. ટી.બી જેવા રોગ સામે ક્રિકેટના માધ્યમથી યુવાઓ અને સમાજને જાગૃત કરવાનો આરોગ્ય વિભાગનો આ પ્રયાસ જિલ્લામાં પ્રસંશા પામી રહ્યો છે.