- તૌકતે સાયક્લોન પાટણ જિલ્લામાંથી પસાર થશે
- પાટણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 10 ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ શરૂ કરાયા
- 100 KMPHની ઝડપે પવન ફૂંકાશે તેવી શક્યતા
પાટણ : 18 મેના રોજ તૌકતે વાવાઝોડું પાટણ જિલ્લામાંથી પસાર થવાની શક્યતા છે. તૌકતે વાવાઝોડાના કારણે પાટણ જિલ્લામાં અને ખાસ કરીને સાંતલપુર, રાધનપુર, સમી અને શંખેશ્વર જેવા પશ્ચિમી તાલુકાઓમાં 100 KMPHની ઝડપે પવન ફૂંકાશે તેવી શક્યતા છે. અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની પણ સંભાવના સેવાઇ રહી છે.
આ પણ વાંચો - પાટણ જિલ્લામાં તૌકતે વાવાઝોડાની અસરના કારણે જગતાત ચિંતિત
કોઈ અનિચ્છનિય ઘટના બને તો તરત કંટ્રોલ રૂમમાં જાણ કરવા અનુરોધ
આ વાવાઝોડાના કારણે જાનમાલનું નુકસાન અટકાવવા માટે પાટણ જિલ્લાના નાગરિકોને અપીલ કરતા જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે, વાવાઝોડાની સ્થિતિ દરમિયાન લોકો ઘરમાં જ રહે તે સલાહભર્યું છે. કાચા મકાનોમાં રહેતા લોકોને પાટણ વહીવટી તંત્ર દ્વારા નક્કી કરાયેલા આશ્રયસ્થાનોમાં જ રહે. જો કોઈ અનિચ્છનિય ઘટના બને તો તરત કંટ્રોલ રૂમમાં જાણ કરવા અનુરોધ કર્યો છે.
આ પણ વાંચો - તૌકતે વાવઝોડાની સંભવિત અસરોને પહોંચી વળવા પાટણ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ
પાટણ જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ સંપર્ક યાદી | ||
---|---|---|
ક્રમ | કચેરીનું નામ | ટેલિફોન નંબર |
1 | જિલ્લા કંટ્રોલ રૂમ પાટણ | 02766-224830 |
2 | કંટ્રોલ રૂમ તાલુકો પાટણ | 02766-230700 |
3 | કંટ્રોલ રૂમ તાલુકો સિદ્ધપુર | 02767-220071 |
4 | કંટ્રોલ રૂમ તાલુકો સરસ્વતી | 02766-297026 |
5 | કંટ્રોલ રૂમ તાલુકો ચાણસ્મા | 02734-222021 |
6 | કંટ્રોલ રૂમ તાલુકો હારીજ | 02733-222076 |
7 | કંટ્રોલ રૂમ તાલુકો સમી | 02733-244333 |
8 | કંટ્રોલ રૂમ તાલુકો શંખેશ્વર | 02733-293102 |
9 | કંટ્રોલ રૂમ તાલુકો રાધનપુર | 02746-277310 |
10 | કંટ્રોલ રૂમ તાલુકો સાંતલપુર | 02738-224125 |
આ ઉપરાંત ટોલ ફ્રી નંબર 1077 પર પણ સંપર્ક કરી શકાશે |