ETV Bharat / state

પાટણ સિવિલ હોસ્પિટલમાં પૂરવઠા પ્રધાન ગજેન્દ્રસિંહ પરમારે PSA Oxygen Plantનું કરાવ્યું લોકાર્પણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) ગુરુવારે ઉત્તરાખંડમાંથી 35 રાજ્યોમાં PSA ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરાવ્યું હતું. ત્યારે પાટણ જિલ્લામાં આવેલી સિવિલ હોસ્પિટલમાં કાર્યરત્ PSA ઓક્સિજન પ્લાન્ટનું રાજ્યના પૂરવઠા પ્રધાન ગજેન્દ્રસિંહ પરમારે (Supply Minister Gajendrasinh Parmar) લોકાર્પણ કર્યું હતું. 1,000 લિટરની ક્ષમતા ધરાવતા આ ઓક્સિજન પ્લાન્ટને 86 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે.

પાટણ સિવિલ હોસ્પિટલમાં પૂરવઠા પ્રધાન ગજેન્દ્રસિંહ પરમારે PSA Oxygen Plantનું કરાવ્યું લોકાર્પણ
પાટણ સિવિલ હોસ્પિટલમાં પૂરવઠા પ્રધાન ગજેન્દ્રસિંહ પરમારે PSA Oxygen Plantનું કરાવ્યું લોકાર્પણ
author img

By

Published : Oct 8, 2021, 1:53 PM IST

  • પાટણ સિવિલ હોસ્પિટલમાં PSA ઓક્સિજન પ્લાન્ટનું (PSA Oxygen Plant) કરાયું લોકાર્પણ
  • રાજ્યના પૂરવઠા પ્રધાન ગજેન્દ્રસિંહ પરમારે (Supply Minister Gajendrasinh Parmar) ઓક્સિજન પ્લાન્ટનું કર્યું લોકાર્પણ
  • 1,000 લિટરની ક્ષમતા ધરાવતા આ ઓક્સિજન પ્લાન્ટને 86 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયો
  • અત્યારે જિલ્લામાં 17 PSA ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત છે

પાટણઃ જિલ્લાની મધ્યમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં કાર્યરત કરવામાં આવેલા PSA ઓક્સિજન પ્લાન્ટનું ગુરુવારે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના પૂરવઠા પ્રધાન ગજેન્દ્રસિંહ પરમારે (Supply Minister Gajendrasinh Parmar) વિધિવત રીતે લોકાર્પણ કર્યું હતું. આ ઓક્સિજન પ્લાન્ટને 86 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયો છે. જ્યારે તેની ક્ષમતા 1,000 લિટરની છે.

આ પણ વાંચો- મોરબી સિવિલ હોસ્પીટલમાં ઓક્સીજન પ્લાન્ટનું લોકાપર્ણ કરવામાં આવ્યું

પ્લાન્ટથી 50 દર્દીઓને મેડિકલ ઓક્સિજન ઉપલબ્ધ કરાવી શકાશે

પાટણમાં PM કેર્સ ફંડમાંથી તૈયાર થયેલો આ પ્લાન્ટની ક્ષમતા 1.87 ટનની છે. આ પ્લાન્ટ પ્રતિમિનિટ 1,000 લિટર ઓક્સિજનનું ઉત્પાદન કરી શકે છે. સાથે જ આ પ્લાન્ટથી 50 જેટલા દર્દીઓને મેડિકલ ઓક્સિજન ઉપલબ્ધ કરાવી શકાશે. પાટણ જિલ્લામાં વિવિધ સરકારી હોસ્પિટલોમાં 17 ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કરાયા છે. તેમ જ કોરોનાની સંભવિત ત્રીજી લહેરને (Possible third wave of the corona) પગલે જિલ્લાની તમામ સરકારી હોસ્પિલો ખાતે 1,500 કરતા વધુ ઓક્સિજન બેડ અને 151 આઈ.સી.યુ. બેડની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.

આ પણ વાંચો- PM મોદીએ દેશને સમર્પિત કર્યા 35 ઑક્સિજન પ્લાન્ટ, ઉત્તરાખંડના CMની પીઠ થપથપાવી

કોરોના મહામારીમાં સારી કામગીરી કરનારા સરપંચોનું સન્માન કરાયું

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તેમ જ પાટણના જિલ્લા વહીવટી તંત્ર APMC હોલમાં રાજ્ય પ્રધાન ગજેન્દ્રસિંહ પરમારના અધ્યક્ષસ્થાને PM CARES PSA OXYGEN PLANTSનો ઈ-લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેવભૂમિ ઉત્તરાખંડ ખાતેના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું. સાથે જ કોરોના કાળમાં સારી કામગીરી કરનારા સરપંચોનું પૂરવઠા પ્રધાને સન્માન કર્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.