ETV Bharat / state

પાટણમાં નાળાના પાણીને કારણે શિક્ષણ અદ્ધરતાલ, એડમિશન પર લટકતી તલવાર - 2017માં શરૂ કરાઈ હતી કેન્દ્રીય વિદ્યાલય

પાટણમાં ચોરમાર પુરા ખાતે કેન્દ્રીય વિદ્યાલયનું બિલ્ડીંગ (student of patan kendriya vidyalaya are stuck) તૈયાર થઈ ગયું છે. પરંતુ બિલ્ડીંગ અને ઓડિટોરિયમ હોલ વચ્ચેથી પસાર થતા નાળામાંથી સતત વહેતા પાણી અડચણરૂપ બન્યા છે. જ્યાં સુધી નાળાના પ્રશ્ન હલ નહીં થાય ત્યાં સુધી કેન્દ્રીય વિદ્યાલય સંગઠન (patan kendriya vidyalaya) દ્વારા બિલ્ડિંગમાં શાળા શરૂ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. જેને કારણે ધોરણ 10 ની બોર્ડની પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીઓને નવા શૈક્ષણિક સત્રમાં ખાનગી શાળાઓમાં મોંઘી ફી ભરીને પ્રવેશ (eduction stuck due to water from the canal) મેળવો પડશે. જેને લઈને વાલીઓમાં અને વિદ્યાર્થીઓમાં ભારે ચિંતા જોવા  રહી મળી છે.

નાળાના પ્રશ્ન હલ નહીં થાય ત્યાં સુધી કેન્દ્રીય વિદ્યાલય સંગઠન શાળા શરૂ કરવાની મંજૂરી નહિ આપે

author img

By

Published : Jan 3, 2023, 4:48 PM IST

નાળામાંથી સતત વહેતા પાણીને કારણે શિક્ષણ અદ્ધરતાલ

પાટણ: વિદ્યાર્થીઓ અધ્યતન અને શ્રેષ્ઠકક્ષાનું અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ મેળવી શકે તે માટે કેન્દ્રીય વિદ્યાલયનો (patan kendriya vidyalaya) પ્રારંભ કરવામાં આવ્યો હતો. હાલમાં આ બિલ્ડિંગમાં ધોરણ 1 થી 12 સુધીના વર્ગો તેમજ ઓડિટોરિયમ હોલ સહિતની તમામ સુવિધાઓ પૂર્ણ કરવામાં આવી છે. પરંતુ બિલ્ડીંગ અને ઓડિટોરિયમ હોલ વચ્ચેથી પસાર થતા નાળામાંથી સતત વહેતા પાણીને કારણે સમસ્યા (eduction stuck due to water from the canal) ઉભી થઈ છે.

2017માં શરૂ કરાઈ હતી કેન્દ્રીય વિદ્યાલય: વિદ્યાર્થીઓ અધ્યતન અને શ્રેષ્ઠકક્ષાનું અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ મેળવી શકે તે માટે જૂન વર્ષ 2017માં કે કે ગર્લ્સ હાઇસ્કુલમાં ધોરણ 1થી 5 સુધી અંગ્રેજી માધ્યમની કેન્દ્રીય વિદ્યાલયનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓની સંખ્યા વધતા ધોરણ 1 થી 12 સુધીનું શિક્ષણ વિદ્યાર્થીઓને પાટણમાં મળી શકે તે માટે કેન્દ્રીય સંગઠન દ્વારા ગુજરાત સરકારમાં જમીન ફાળવવા દરખાસ્ત કરી હતી. વર્ષ 2020માં રાજ્યના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય વિદ્યાલય સંગઠનને રૂપિયા 18 કરોડના ખર્ચે અધ્યતન સુવિધાઓ સાથે બિલ્ડીંગ બનાવવાની કામગીરી શરૂ કરી હતી. હાલમાં આ બિલ્ડિંગમાં ધોરણ 1 થી 12 સુધીના વર્ગો તેમજ ઓડિટોરિયમ હોલ સહિતની તમામ સુવિધાઓ પૂર્ણ કરવામાં આવી છે.

આ પણ વાંચો: અમરેલીમાં પુષ્કળ પ્રમાણમાં ઘઉંનું વાવેતર, પરતું ખેડૂતોને સતત મુશ્કેલીનો સામનો...

ધોરણ 11માં પ્રવેશ માટે ફાંફા: પરંતુ શાળાના બિલ્ડીંગ અને ઓડિટોરિયમ હોલ વચ્ચેથી 10 મીટર પહોળું નાળું પસાર થાય છે. જેમાં સતત પાણી વહેતું રહે છે જેને કારણે વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને આ નવા બિલ્ડિંગમાં કેન્દ્રીય વિદ્યાલય શરૂ કરવાનો પ્રશ્ન અટવાયો છે. જો આ નવા બિલ્ડિંગમાં અભ્યાસ વર્ગો શરૂ કરવામાં નહીં આવે તો ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં પાસ થનાર વિદ્યાર્થીઓને નવા શૈક્ષણિક ક્ષેત્ર ધોરણ 11માં પ્રવેશ મેળવવા માટે ફાંફા મારવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. કારણ કે હાલની હંગામી ધોરણે ચાલતી કેન્દ્રીય વિદ્યાલયમાં ધોરણ 11ના વર્ગો શરૂ કરવાની કોઈ સગવડ ન હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. જેને લઇ ધોરણ 11માં પ્રવેશ મેળવવા વિદ્યાર્થીઓને ખાનગી શાળાઓ તરફ મીટ માંડવી પડે તેમ છે. હાલની હંગામી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પૈકી મોટાભાગના વિદ્યાર્થીઓ મધ્યમ વર્ગના હોવાથી ખાનગી શાળાઓની મોટી રકમની ફી ભરી શકે તેમ ન હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. ત્યારે આવી પરિસ્થિતિમાં વાલીઓમાં અત્યારથી જ ચિંતા જોવા મળી રહી છે.

આ પણ વાંચો: જૈન સમાજના પ્રશ્ને સરકાર એક્શનમોડ પર, SITની રચના થવાના એંધાણ

કોનો દોષ: કેન્દ્રીય વિદ્યાલયના કેમ્પસમાંથી પસાર થતાં આ નાળાનો પ્રશ્ન ઉકેલવા કેન્દ્રીય વિદ્યાલય સંગઠનના સભ્યોએ બે વાર મુલાાકાત પણ લીધી હતી. પરંતુ સૂત્રોના જણાવ્યા મુજબ વહીવટી તંત્ર પાસે આ નાણાનો પ્રશ્ન હલ કરવા માટે ગ્રાન્ટ ન હોય હાલ કોઈ ઉકેલ આવી શકે તેમ નહીં હોવાનું જાણવા મળ્યું છે. તો બીજી તરફ કેન્દ્રીય વિદ્યાલયના જવાબદારોના જણાવ્યા મુજબ આ જમીન રાજ્ય સરકારે ફાળવી છે માટે નાણાનો પ્રશ્નો ઉકેલવાની જવાબદારી પણ રાજ્ય સરકારની છે ત્યારે સવાલ એ ઉભો થાય છે કે સરકારે કેન્દ્રીય વિદ્યાલયના નવા સંકુલ માટે જ્યારે આ જમીન આપી ત્યારે આ નાળુ ધ્યાને આવ્યું નહીં હોય? કે પછી કેન્દ્રીય વિદ્યાલયના જવાબદારો અને વહીવટી તંત્ર એકબીજા પર દોષારોપણ કરી વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા કરી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.