ETV Bharat / state

ડોશી નોમનું વિશેષ મહત્વ - Special significance of Doshi Nom

સિદ્ધપુરમાં આવેલા બિંદુ સરોવર ખાતે શ્રાદ્ધ પક્ષમા દેશભરમાંથી લોકો માતૃ તર્પણ કરવા માટે આવે છે.તો શુક્રવારે ડોશી નોમના દિવસે હજારો શ્રદ્ધાળુઓ પિંડદાન કરી માતૃ ઋણ માંથી મુકતી મેળવવાનો અહેસાસ કર્યો હતો.

etv bharat
ડોશી નોમનું વિશેષ મહત્વ
author img

By

Published : Sep 11, 2020, 7:11 PM IST

પાટણ: માતૃશ્રાદ્ધ માટે વિશ્વભરમાં પ્રખ્યાત સિધ્ધપુરના આ બિંદુ સરોવર મામલે પુરાણોમાં ઉલ્લેખ થયા મુજબ હજારો વર્ષ પૂર્વે મહામુનિ કરદમ ઋષિ અને માતા દેવહુતિએ 10 હજાર વર્ષ સુધી તપ કર્યું હતું. તો વિષ્ણુ ભગવાનના પાંચમાં અવતાર માનવામાં આવતા ભગવાન કપિલ મુનિએ અહીં માતા દેવહુતીને સંખ્યાજ્ઞાન આપી માતાનો ઉદ્ધાર કરી ઋણ મુક્ત બન્યા હતા. ત્યારબાદ ભગવાન પરશુરામે પણ માતાનું અહીં પિંડ દાન કરી માતૃ ઋણમાંથી મુક્ત બન્યા હતા. ત્યારથી આ સ્થળ માતૃગયા તીર્થ તરીકે વિશ્વભરમાં પ્રખ્યાત થયું છે.

ડોશી નોમનું વિશેષ મહત્વ
ભાદરવા વદમાં આવતી નોમને ડોશી નોમ તરીકે પણ ઓળખવામાં આવે છે. ડોશી નોમના દિવસે ઘરમાં મૃત્યુ પામેલી દીકરી,માતા,નાની કે દાદીનું અહીં તર્પણ કરવાનું અનેરૂ મહત્વ છે. મૃતકના નામની આ દિવસે અંજલી પણ આપવામાં આવે તો તેઓને મોક્ષ મળે છે.ભારત વર્ષના ચાર મુખ્ય સરોવરો માંથી બિંદુ સરોવરએ હિન્દુ ધર્મના પવિત્ર તીર્થો માંથીએક છે.શ્રાદ્ધએ વૈદોકિત વિધિ છે. પિંડદાન કરવાથી અતૃપ્ત આત્મા તૃપ્ત થાય છે. અને મોક્ષ પામે છે. આ બિંદુ સરોવરમા. કાર્તિક, ચૈત્ર,અને ભાદ્રમાસમાં માતૃ શ્રાદ્ધ કરવામાં આવે છે. તો શુક્રવારે ભાદરવા વદ નોમ( ડોશીઓ ની નોમ)ના દિવસે દેશભરમાંથી આવેલા શ્રદ્ધાળુઓ માતૃ તર્પણ કરી પિંડદાન કર્યું હતું. પવિત્ર બિંદુ સરોવર ખાતે તીર્થ ગોર દ્વાર મંત્રોચ્ચાર સાથે શાત્રોક્ત વિધિથી સામુહિક માતૃતર્પણ વિધિ કરવામાં આવી હતી.ભાદરવા મહિનામાં શ્રાદ્ધપક્ષમાં દેશભરમાંથી શ્રદ્ધાળુઓ બિંદુ સરોવર ખાતે આવે છે. અને અહીં સરસ્વતી નદી તટ પર બિંદુ સરોવરમાં ડૂબકી લગાવી ઋષિ કર્દમ, માતા દેવહુંતી અને ભગવાન ગયા ગજાધરના દર્શન કરી ધન્યતા અનુભવે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.