પાટણ : ધર્મશાસ્ત્રો અને ગ્રંથોમાં સર્વ માસમાં ઉત્તમ માસ જો કોઈ હોય તો એ પુરૂષોત્તમ માસ છે. જેને અધિક માસ તરીકે પણ ઓળખવામાં આવે છે. અધિક માસ એટલે અધિક ભક્તિ અને આનંદ ઉલ્લાસનો માસ અધિક માસ શરૂ થતાં પ્રથમ દિવસથી જ શ્રદ્ધાળુઓ ભગવાન પુરુષોત્તમના મંદિરમાં જઈ પૂજા અર્ચના સહિત અપૂર્વ શ્રદ્ધાથી પાઠ કરી રહ્યા છે. તો પુરુષોત્તમ માસમાં કોઠા ગોરમાં પૂજાનું પણ વિશેષ મહત્વ રહેલું છે. દર ત્રણ વર્ષે આવતા અધિકમાસમાં શહેરના સાલવા વિસ્તારમાં લીંબચ માતાની પોળમાં મહિલાઓ દ્વારા માટીમાંથી બનાવેલા પાર્થિવ કોઠા ગોરમાની ભક્તિ ભાવપૂર્વક પૂજા અર્ચના કરવામાં આવે છે. મહિલાઓ દ્વારા દરરોજ ગોરમાની પૂજા, આરતી, કથા તેમજ ભજન- કીર્તન કરી એક માસ સુધી શ્રદ્ધાપૂર્વક પૂજા કરવામાં આવે છે.
અધિક માસમાં કોઠા ગોરમા પૂજનનું વિશેષ મહત્વ
વ્રત-ઉપવાસ, સ્નાન વગેરે સાત્વિક કર્મો દ્વારા જીવનનો ઉદ્ધાર કરવાનો મહિનો એટલે અધિકમાસ. આ માસમાં મહિલાઓ દ્વારા વિશેષ રીતે પુરૂષોત્તમ ભગવાનની પૂજા-અર્ચના કરવામાં આવે છે. ત્યારે પાટણ શહેરના સલવીવાડા વિસ્તારમાં આવેલી લીંબચ માતાની પોળમાં મહિલાઓ દ્વારા અધિકમાસ નિમિત્તે કોઠા ગોરમાની વિશેષ પૂજા અર્ચના કરી ભગવાન પુરુષોત્તમની આરાધના કરવામાં આવી રહી છે.