પાટણની યુનિવર્સીટી કેંમ્પસમાં આશરે રૂપિયા 6 કરોડથી વધુના ખર્ચે રમત ગમત સંકુલ બનાવવામા આવી રહ્યુ છે. ત્યારે શુક્રવારે સંકુલનો સ્લેબ ભરવામાં આવી રહ્યો હતો. તે દરમિયાન અચાનક ટેકા ખસી જતા તાજા ભરાયેલો સ્લેબ એકા એક તુટી પડતાં કાટમાળ નીચે ત્રણ મજૂરો દબાઇ ગયા હતાં.
સ્લેબ પડવાનો અવાજ સાંભળી યુનિવર્સીટીનાં આસપાસનાં વિભાગના કર્મચારીઓ દોડી આવ્યાં હતા ને ત્રણેય મજૂરોને બહાર કાઢી 108 મારફતે ધારપુર સિવિલ હોસ્પિયલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં.
રમત-ગમત સંકુલનો સ્લેબ ધરાશાયી થતા તેનાં બાંધકામ અંગે અનેક સવાલો ઉભા થયા છે. જોકે લેબર કોન્ટ્રાક્ટરે સ્લેબ ભરવાની ના પાડી હોવા છતા કોન્ટ્રાક્ટરે પોતાની મનમાની ચલાવી સ્લેબ ભરવાની કામગીરી કરાવી હોવાની ચર્ચા યુનિવર્સીટી કેમ્પસમાં ચાલી રહી છે.