પાટણ શહેર શનિવાર સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો. ધોધમાર વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય ગયા હતાં. ધનાવાડા અને ગોદરા વિસ્તારમાં લોકોની ઘરવખરીનો સરસામાન પલળી જતા મુશ્કેલીમાં મુકાયા હતા.
આ અસરગ્રસ્ત લોકોની મદદ માટે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા અને ભાજપના આગેવાન મનોજ પટેલ આવ્ય હતાં. તેમણે નવા કાલિકા મંદીર ખાતે અસરગ્રસ્ત લોકો માટે ખીચડી અને કડી બનાવી સેવા કેમ્પનું આયોજન કર્યું હતું. આ સેવા કેમ્પનો લાભ અસરગ્રસ્તોએ લાભ હતો.