ETV Bharat / state

Denmark Troop Visit : ડેનમાર્ક પહોંચી સેજો બંધવડ આંગણવાડીની ખ્યાતિ, કેન્દ્રની પ્રવૃતિઓ નિહાળવા પહોંચી ટીમ - બાળસંભાળ અને શિક્ષણની કામગીરી

રાધનપુરનું સેજો બંધવડ આંગણવાડી કેન્દ્ર આજે વિદેશી મહેમાનોની આગતાસ્વાગતાને લઇને આનંદની લાગણીમાં તરબોળ હતું. આ કેન્દ્ર સારું કામ કરી રહ્યું હોવાની માહિતી છેક ડેન્માર્ક પહોંચી હતી. જેથી ત્યાંનું એક નાનકડું વૃંદ આ કેન્દ્રમાં ચાલતી બાળસંભાળ અને શિક્ષણની કામગીરી નિહાળવા આવી પહોંચ્યું હતું.

Denmark Troop Visit : ડેનમાર્ક પહોંચી સેજો બંધવડ કેન્દ્રની ખ્યાતિ કેન્દ્રની પ્રવૃતિઓ નિહાળવા પહોંચી ટીમ

author img

By

Published : Feb 9, 2023, 7:46 PM IST

પાટણ : તંદુરસ્ત બાળકો દેશનું ભવિષ્ય છે.ગુજરાત સરકાર બાળકોની તંદુરસ્તી અને સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહે છે. જેના પરિણામ સ્વરૂપે આજે ગુજરાત સરકારની આંગણવાડી દેશવિદેશમાં પ્રસિદ્ધ છે. આ પ્રસિદ્ધીને કારણે જ યુરોપના ડેનમાર્કથી મહેમાનો રાધનપુરની આંગણવાડીની મુલાકાતે આવ્યા હતા અને આંગણાવાડીની મુલાકાત લીધી હતી. આંગણવાડીના ભૂલકાંઓ સાથે વાતચીત કરીને આનંદિત થઈ ઉઠ્યા હતા.

સેજો - બંધવડ કેન્દ્રની મુલાકાત : ડેનમાર્કના આ મહેમાનો બાળકોની પ્રવૃત્તિમાં પણ જોડાયાં હતાં. તેઓને ગુજરાતની રાધનપુરની આંગણવાડી નાના ભૂલકાઓ માટે સારુ કામ કરી છે તેવી માહિતી મળી હતી. તેથી તેઓ પાટણ જિલ્લાના રાધનપુર ઘટકના સેજો બંધવડ કેન્દ્ર, મેમદાવાદ આંગણવાડી કેન્દ્રની મુલાકાતે આવ્યા હતાં.

આ પણ વાંચો Navsari News: નવસારીમાં આંગણવાડીઓ ખંડેર હાલતમાં, બાળકો ખુલ્લા શેડમાં બેસી અભ્યાસ મેળવવા મજબૂર

બાળકોની પ્રવૃતિઓમાં જોડાયા : આપણા દેશમાં અતિથી દેવો ભવની વિભાવનાને માન્ય ગણવામાં આવે છે. તેથી જો મહેમાન ઘર આંગણે પધાર્યા હોય તો તેઓની આગતા-સ્વાગતામાં કોઈ પણ કચાશ ન રહી જાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. વિદેશી મહેમાન કેરીન, ઇવા, એની, મેટ્ટે અને માયાંતાનું પણ રાધનપુરની આંગણવાડીમાં સ્વાગત કરવામાં આવ્યું. મહેમાનો જ્યારે આંગણવાડીમાં પધાર્યા ત્યારે આંગણવાડી કાર્યકર રબારી બબીબેન કેન્દ્રના 35 બાળકોને બાળગીત સંભળાવી રહ્યા હતા. મહેમાનો પણ બાળ અભિનય ગીતમાં સહભાગી બન્યા હતા. ત્યારબાદ મહેમાનોએ બાળકો જોડે હળવી કસરત કરી હતી. ડેનમાર્કથી આવેલા મહેમાનો આંગણવાડીના ભૂલકાઓ સાથે બાળક બનીને દરેક પ્રવૃતિઓમાં જોડાયા હતા.

મહેમાનોને આંગણવાડીની કામગીરીથી વાકેફ કરાયાં : ડેનમાર્કથી આવેલા મહેમાનોએ આંગણવાડીના કાર્યકર બબીબેન રબારી સાથે વાતચીત કરી હતી. બબીબેને તેઓને આંગણવાડીમાં બાળકો માટે કરવામાં આવતી પ્રવુતિઓથી માહિતગાર કર્યા હતા. બબીબેને જણાવ્યું હતું કે,આંગણવાડીમાં બાળકોને ગમ્મત સાથે જ્ઞાન પીરસવામાં આવે છે. આંગણવાડીમાં ભૂલકાઓ માટે જે કાર્યો કરવામાં આવે છે તે જોઈને વિદેશી મહેમાનો ખૂબ જ ખુશ થયા હતાં અને તેઓએ આંગણવાડીની કામગીરીને વખાણી હતી. રાધનપુરની મેમદાવાદ આંગણવાડી કેન્દ્રમાં બાળકો માટે ગ્રોથચાર્ટ, રંગવજન રજીસ્ટર, પૂરક આહાર રજીસ્ટર, જન્મ મૃત્યુ રજીસ્ટર, સર્વ રજીસ્ટર વગેરે કાર્યો આંગણવાડી કાર્યકર બબીબેન રબારી દ્વારા નિભાવવામાં આવે છે.

આ પણ વાંચો દાહોદ જિલ્લા વિકાસ અધિકારીએ પોતાના બાળકને આંગણવાડી સ્કૂલમાં મુક્યું

વિદેશી મહેમાનોએ સેનિટેશન રૂમની મુલાકાત લીધી : બબીબેને આ કામ વિશેની સંપૂર્ણ માહિતી વિદેશી મહેમાનોને આપી હતી. બબીબેને જણાવ્યું હતુ કે, આંગણવાડીમાં લાભાર્થીઓને THR (બાલ શક્તિ, માતૃશક્તિ, પૂર્ણા શક્તિ) ના પેકેટ પણ આપવામાં આવે છે. રાધનપુરની મેમદાવાદ આંગણવાડી કેન્દ્રની મુલાકાતે આવેલા ડેનમાર્કના મહેમાનોએ સેનીટેશન તેમજ સ્ટોર રૂમની મુલાકાત પણ લીધી હતી.

આંગણવાડીમાં પ્રિ-સ્કૂલને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યુ છે : ICDS અધિકારી ગૌરીબેન સોલંકીએ જણાવ્યું હતું કે, આજરોજ આંગણવાડી કેન્દ્રની મુલાકાતે આવેલા અમારા વિદેશી મહેમાનોને હું દિલથી આવકારૂ છુ. આંગણવાડીમાં બાળકોનાં સર્વાંગી વિકાસ માટે કામ થઈ રહ્યુ છે. નવી શિક્ષણ નીતિ અંતર્ગત 3 થી 6 વર્ષનાં બાળકો માટે પ્રિ-સ્કૂલને પ્રાધાન્ય આપવાના પ્રયાસ સાથે તેઓ ઉમદા નાગરિક બને તે માટે આંગણવાડીમાંથી જ ઘડતર સાથે ગમ્મતલક્ષી જ્ઞાન આપવાનો અમારો નમ્ર પ્રયાસ છે. સરકારનો હંમેશા પ્રયાસ રહ્યો છે કે, દરેક બાળકને પોષણક્ષમ આહાર મળે, અને દરેક બાળકને સારુ શિક્ષણ મળી રહે. આ પ્રયાસને ધ્યાનમાં રાખીને અમે સૌ સાથે મળીને કાર્ય કરી રહ્યા છે. અને ભવિષ્યમાં પણ બાળકો માટે આ રીતે જ કાર્યો કરતા રહીશું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.