પાટણ: સમગ્ર દુનિયા આંગળીના ટેરવે દોડતી થઇ છે અને માનવ માત્રની આગવી જરૂરિયાતો માટે ડગલેને પગલે નવી શોધ થઈ રહી છે. દેશમાં વર્તમાન પરિપ્રેક્ષમાં ભવિષ્યમાં ઘડતર આપણા યુવાનો કરી શકે તેવા ઉમદા હેતુથી યુનિવર્સિટી ખાતે રાષ્ટ્રીય સાયન્સ ફેર યોજવામાં આવ્યો હતો. સેમિનારના મુખ્ય વક્તાએ વિદ્યાર્થીઓને રેડિયોના શોધક માર્કોની ટેલિફોનના શોધક ગ્રામ બેલ જેવા અનેક મહાન વૈજ્ઞાનિકોની શોધો અને તેમના જીવનના દ્રષ્ટાંતોની માહિતી આપી હતી.
આ સાથે જ યુનિવર્સિટીના કુલપતિએ યુવા પ્રતિભાશાળી ઓને માર્ગદર્શન આપ્યું હતું. આવા કાર્યક્રમો થકી દેશમાં નવા ઇનોવેશન થશે અને વિદ્યાર્થીઓ પણ વિજ્ઞાન પ્રત્યે રૂચિ દાખવી કંઈક નવું શીખે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.