શિક્ષણની સાથે સાથે વિધાર્થીઓ વિજ્ઞાન અને ટેક્નોલોજી સાથે તાલમેલ મેળવી શકે તેં માટે કેન્દ્રીય વિદ્યાલય ખાતે ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજવામાં આવ્યુ હતુ. આ પ્રદર્શનમાં ધોરણ 6 અને 7 વિધાર્થીઓ ગણિત વિજ્ઞાનની અલગ અલગ 39 કૃતિઓ રજુ કરી હતી.જિલ્લા બાળ સુરક્ષા અધિકારીએ આ પ્રદર્શનની મુલાકાત લઈ કૃતિઓ નિહાળી વિધાર્થીઓના ઉત્સાહ ને વધવ્યો હતો.
પાટણ નગર પાલિકાના પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યાં હતા. તેમજ બાળ વિજ્ઞાનીકોએ બનાવેલી કૃતિઓની સરાહના કરી હતી.વિવિધ શાળાઓના વિધાર્થીઓ અને વાલીઓએ આ પ્રદર્શનને નિહાળ્યું હતુ.