પાટણઃ સમી તાલુકા કૃષિ બિયારણ મંડળી દ્વારા ટેકાના ભાવે ચણા ખરીદ-વેચાણમાં (Buy and sell chickpeas at support prices) કૌભાંડ કરાતું હોવાનો આક્ષેપ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહ્યો છે. વહીવટી તંત્ર અને સરકાર દ્વારા આ મામલે યોગ્ય તપાસ કરવામાં આવે તો લાખો રૂપિયાના કૌભાંડનો પર્દાફાશ થાય (Scandal in Sami Krishi Biyan Mandali) તેવું ખેડૂતોનું કહેવું છે.
મંડળી ખોટા દસ્તાવેજોના આધારે કરી રહી છે કૌભાંડ - સમગ્ર રાજ્યમાં ખેડૂતોને ચણાના ટેકાના ભાવ પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે ગુજકોમસોલે વિવિધ સહકારી મંડળીઓને જવાબદારી સોંપી છે અને નોંધણી આધારે ખરીદી કરવામાં આવે છે, પરંતુ કેટલીક મંડળીઓના સત્તાધીશો ખેડૂતોના ખોટા દસ્તાવેજો ઉભા કરી. તેમના નામે ચણાની ખરીદી બતાવી ઊંચા ભાવે વેચવાનું કૌભાંડ (Buy and sell chickpeas at support prices) આચરી રહ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તાજેતરમાં જ હારીજ APMCમાં ચણાની ખરીદીના કૌભાંડનો (Harij scam in purchase of chickpeas in APMC) પર્દાફાશ થયા બાદ સમી તાલુકા કૃષિ બિયારણ મંડળી (Scandal in Sami Krishi Biyan Mandali) દ્વારા પણ આવું જ કૌભાંડ આચરવામાં આવી હોવાની આશંકા ખેડૂતોમાં સેવાઈ રહી છે.
આ પણ વાંચો- ભાજપશાસિત કોર્પેોરેશને રાતોરાત મંદિર પર ફેરવ્યું બૂલડોઝર, કૉંગ્રેસે આ રીતે આપ્યો વળતો જવાબ
અરજી ન કરી હોય તેવાને પણ આવ્યો ફોન - આ મામલે હારીજના ખેડૂત ખાતેદાર કનુભાઈ ઠાકરે જણાવ્યું હતું કે, 2 દિવસ પહેલાં સમી કૃષિ બિયારણ મંડળીમાંથી (Scandal in Sami Krishi Biyan Mandali) ફોન આવ્યો હતો કે, તમે ચણા વેચાણ માટેની ઓનલાઈન અરજી કરી છે. તો સમયસર ચણા લઈને કેન્દ્ર ઉપર આવી જજો. જોકે, આ ફોન આવતાં જ ખેડૂત આશ્ચર્યમાં મૂકાયો હતો અને તેણે ચણાના વેચાણ માટે કોઈ અરજી ન કરી હોવાનું મંડળીને જણાવ્યું હતું.
આ પણ વાંચો- શું ખરેખર ટેક્સ કૌભાંડને લઈને AMC બનશે ફરિયાદી...?
ખેડૂતોની થઈ નોંધણી - ખેડૂતે આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, મારા નામે કોઈ અન્ય વેપારીએ નીચા ભાવે ચણા ખરીદી સરકારને (Scandal in Sami Krishi Biyan Mandali) ટેકાના ભાવે વેચવા માટે નોંધણી કરાવી છે. સમી કૃષિ બિયારણ મંડળી દ્વારા 1,450 ખેડૂતોની નોંધણી થઈ છે. તેની વહીવટી તંત્ર અને સરકાર દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે (Demand to probe by Government) તો મસમોટું કૌભાંડ બહાર આવે તેમ છે.
મંડળીનું કામ ફક્ત માલ લેવાનું છે, નોંધણીનું નહીં:મંડળી - આ બાબતે સમી કૃષિ બિયારણ મંડળીના (Scandal in Sami Krishi Biyan Mandali) ચેરમેન હરિભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, ચણાની નોંધણી ફેબ્રુઆરી મહિનામાં થઈ હતી. સરકાર દ્વારા દરેક ગ્રામ પંચાયતોમાં નોંધણી માટે VCને સૂચનાઓ આપવામાં આવી હતી. ખેડૂતોએ પોતાના જરૂરી દસ્તાવેજો લઈ VC પાસે નોંધણી કરાવી હતી. અમારી મંડળીમાં 1,800ની નોંધણી થઈ હતી. તેમાંથી 140 જેટલા ખેડૂતો માલ ભરાવવા ન આવતા તેમને મેસેજ અને ફોન દ્વારા જાણ કરવામાં આવી છે. તો મંડળીનું કામ ફક્ત માલ લેવાનું છે નોંધણીનું નહીં.