પાટણઃ પાટણ ડીસા હાઇવે(Patan Deesa Highway) રોડ ઉપર સરસ્વતી નદી ઉપરનો ચારમાર્ગીય પૂલ છેલ્લા કેટલાક મહિનાઓથી તૈયાર થઈ ગયો હતો, પરંતુ ઉદ્ઘાટનના અભાવે બેરીકેટ મુકી વાહન વ્યવહાર માટે બંધ કરાયો હતો. સરકાર દ્વારા લોકાર્પણ કરવામાં નહીં આવતા પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ અને કોંગ્રેસના કાર્યકરોએ 26 ડિસેમ્બરના રોજ બેરીકેટ હટાવી લીલી ઝંડી બતાવી પુલનું લોકાર્પણ(Dedication of Bridge in Patan) કર્યું હતું. ધારાસભ્યના આ કાર્યથી ભાજપના કાર્યકરો સફાળા જાગ્યા હતા અને બુધવારે માર્ગ અને મકાન પ્રધાન પૂર્ણેશ મોદીના(Road building minister Purnesh Modi in Patan) હસ્તે આ પુલનું ફરી લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
પાટણમાં કુલ રૂપિયા 137.11 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ
સરસ્વતી નદી પરના બ્રીજનું લોકાર્પણ કર્યા બાદ પાટણ APMC હોલ ખાતે વિવિધ સાત જેટલા વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમૂહૂર્ત(Inauguration of Bridge in Patna) કરવામાં આવ્યા હતા. જેમાં રૂપિયા 70 લાખના ખર્ચે હારીજ માર્કેટ યાર્ડ રોડને પહોળો કરવાની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તો 853.46 લાખના ખર્ચે બનેલા મણિયારી મીઠીઘારીયાલ રોડ પર પુષ્પાવતી નદીના બ્રિજનું,5.015 લાખના ખર્ચે ચાર માર્ગીય કરવામાં આવેલ હારીજ પાટણ સ્ટેટ હાઇવે, 3,937.46 લાખના ખર્ચે ચાર માર્ગીય કરવામાં આવેલ પાટણ ઊંઝા સ્ટેટ હાઈવે મળી કુલ 137.11 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ(Dedication of Developers in Patan) કરવામાં આવ્યું હતું.
પોતાનું ખાવું તે પ્રકૃતિ છે જ્યારે બીજાનું ખાવું તે વિકૃતિ છે: પૂર્ણેશ મોદી
પાટણ કોંગ્રેસ દ્વારા સરસ્વતી નદી બ્રિજનું કરાયેલ ઉદ્ઘાટન મામલે માર્ગ-મકાન પ્રધાન પૂર્ણેશ મોદીએ(Inauguration of Purnesh Modi Development Works) જણાવ્યું હતું કે, ભારત એ સંસ્કૃતિને વરેલો દેશ છે. જેમાં દરેક વ્યક્તિ પોતાનું કમાઈને પોતે ખાય છે તે પ્રકૃતિનો નિયમ છે. જ્યારે કોઈ વ્યક્તિ પોતે ન કમાય અને બીજાનું ખાય છે તે વિકૃતિ ગણાય છે. આ કેટેગરીમાં કોણ ફિટ બેસે છે તે કહેવાની જરૂર નથી. તેમ કહી કોંગ્રેસ પર આડકતરી રીતે કટાક્ષ કર્યો હતો. તો બીજી તરફ લોકાર્પણ કાર્યક્રમમાં કોરોનાની ગાઈડ લાઈનનો સરેઆમ ભંગ થયો હતો.
આ પણ વાંચોઃ Patan Railway Track : પાટણ કોલેજ કેમ્પસ નજીક રેલવે ટ્રેક પાસેની દિવાલ વિદ્યાર્થીઓ માટે જોખમરૂપ
આ પણ વાંચોઃ Ranki vav Gujarat: પાટણની ઐતિહાસિક રાણકી વાવ ખાતે NDRFની ટીમ દ્વારા મોકડ્રીલ યોજાઈ હતી