- પાટણની બજારોમાં ઠેર-ઠેર તલના કચરિયાની ઘાણીઓ ખુલી
- કચરિયાના સેવનથી આરોગ્યને મળે છે રક્ષણ
- રોગ પ્રતિકારક શક્તિમાં થાય છે વધારો
પાટણઃ પાટણ સહિત ઉત્તર ગુજરાતમાં શિયાળાના આગમન થતાની સાથે જ શક્તિવર્ધક અને પૌષ્ટિક કચરિયાની માગ વધી છે. વર્ષોથી શિયાળાની ઠંડી સામે રક્ષણ અને ઊર્જા આપતું તલ અને ગોળ તેમજ ગરમ મસાલાના મિશ્રણ વાળું કચરીયુ આરોગ્ય માટે લાભદાયક છે. અનેક બીમારીઓ સામે આ રક્ષણ આપે છે. જેને લઇ પાટણ શહેરમાં દર વર્ષે શિયાળામાં વિવિધ જગ્યાઓ પર કચરિયાની ઘાણીઓ અને સ્ટોલ ખુલે છે ત્યારે ચાલુ વર્ષે કોરોના મહામારી હોવાથી આ કચરાની માગ વધી છે. ગોળ તલ અને ગરમ મસાલાથી શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધે છે. જેને લઇ હાલમાં કચરિયાની માગ વધી છે. પાટણની બજારોમાં વિવિધ પ્રકારના કચરિયા 100 રૂપિયાથી લઇ 160 ના ભાવે વેચાઇ છે ભાવમાં કોઈ પણ જાતનો વધારો થયો નથી.