પાટણની ઐતિહાસિક રાણીની વાવને વર્લ્ડ હેરીટેજમાં સ્થાન મળતા તેમજ તાજેતરમાં સરકાર દ્વારા 100 રુ.ની નવી ચલણી નોટ પર રાણીની વાવની પ્રતિકૃતિ અંકિત કરાતા તેનું મહત્વ અનેક ગણું વધી ગયું છે. વર્ષે દહાડે અહીં હજારોની સંખ્યામાં દેશ-વિદેશમાંથી પર્યટકો આવે છે અને રાણીની વાવની કલા કોતરણી જોઈને આશ્વર્યચકિ્ત અને આનંદિત થાય છે. આ વાવ માટે સાધુ સંતો પણ આકર્ષિત થાય છે. આજે પંજાબના દેદના ગામ ખાતે આવેલા પંચદશનામ જૂના અખાડા તેરાપંથી જગરમાં પરિવારના અઘોર પંથના મહંત હરિઓમગિરિજી તેમના અનુયાયીઓ સાથે રાણીની વાવની મુલાકાતે આવી પહોંચ્યા હતા.
મહંત રાણીની વાવના બેનમૂન શિલ્પ સ્થાપત્યોને નિહાળી ખૂબ જ પ્રભાવિત થયા હતા. રાણીની વાવ ખાતે આવેલા અન્ય પ્રવાસીઓએ મહંતના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.